For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડનો હાઈબ્રિડ ગાંજો મળ્યો

04:59 PM Aug 28, 2025 IST | Vinayak Barot
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડનો હાઈબ્રિડ ગાંજો મળ્યો
Advertisement
  • બેંગકોકથી આવેલી યુવતીની બેગ ગુમ થતાં તેણીએ ફરિયાદ કરી હતી,
  • મિસિંગ થયેલી બેગ મળી આવતા કસ્ટમના અધિકારીઓને બેગની તલાશી લીધી હતી,
  • બેગ લેવા યુવતી હાજર ન થતાં પોલીસની મદદથી અટકાયત કરાઈ

અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોના-ચાંદી અને ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતુ બની ગયુ છે. રોજબરોજ વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી સોનું કે ડ્રેગ્સ પકડવાના બનાવો બની રહ્યા છે. ત્યારે એક પ્રવાસીની બેગ ગુમ થયા બાદ મળી આવેલી બેગમાંથી 4 કરોડનો હાઈબ્રિડ ગાંજો પકડાયો છે. બેંગકોકથી અમદાવાદ આવેલી યુવતીએ બેગ મિસિંગ થયાની એરપોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ બેગ મળી આવતા તેની તપાસ કરતા બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો  કસ્ટમના અધિકારીઓએ પોલીસની મદદથી યુવતીની અટકાયત કરી છે.

Advertisement

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી યુવતીના ટ્રોલી બેગમાંથી કસ્ટમ વિભાગે​​​​ 4 કિલો હાઇબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો હતો. આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચાર કરોડ છે. યુવતી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર બેગ ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ કરી હતી. બાદમાં બેગ મળી હોવા અંગેની યુવતીને જાણ કરી હતી. જોકે, કસ્ટમ વિભાગે બોલાવ્યા બાદ પેસેન્જર યુવતી હાજર ન થતા CID ક્રાઈમની મદદથી તેની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં સામાનની તપાસ કરતા હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર એશિયાની ફ્લાઈટમાં પંજાબના જલંધરની રહેવાસી નિતેશ્વરી નામની યુવતી 13મી ઓગસ્ટના રોજ બેંગકોકથી અમદાવાદ આવી હતી. આ યુવતીની બે બેગ આવી ન હોવાથી તે મિસ બેગેજનું ફોર્મ ભરીને બહાર નીકળી ગઈ હતી. બે દિવસ પછી એક બેગ મળી આવી હતી, જેની કસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ, કશું વાંધાજનક મળ્યું ન હતું. ત્યારબાદ બીજા બે દિવસ પછી બાકી રહી ગયેલી હેન્ડબેગ મળી આવી હતી.

Advertisement

કસ્ટમ વિભાગના એડિશનલ કમિશનર રામ બિશ્નોઇ સહિતના કસ્ટમના અધિકારીઓએ હેન્ડબેગની તપાસ કરતા બેગમાંથી 4 કિલોગ્રામના આઠ પેકેટ મળી આવ્યા હતા, જેમાં ગાંજો છુપાવ્યો હતો. કસ્ટમ વિભાગે એરપોર્ટના સ્ટાફની મદદથી યુવતીનો સંપર્ક કરીને બેગ લઈ જવા માટે જાણ કરી હતી. જોકે, યુવતીએ બેગ ઘરે મોકલાવી દેવા અને પોતે જલંધર હોવાનું જણાવીને કસ્ટમ સમક્ષ આવી ન હતી. તેણે જલંધરના સાયમન પીટર નામના ડ્રાઇવરને ઓથોરિટી લેટર આપીને બેગ છોડાવી લેવા માટે જણાવ્યું હતું પરંતુ, તેણે બેગ છોડાવવાની ના પાડી હતી.

કસ્ટમ વિભાગના સૂત્રોના કહેવા મુજબ એર એશિયાના સ્ટાફે યુવતી સાથે વાત કરતા પોતે જલંધર હોવાનું જણાવ્યું હતું. જેથી, કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી કે, યુવતી બોલાવવા છતાંયે આવતી નથી એટલે જલંધરની બદલે અમદાવાદમાં જ હોવી જોઈએ. જેના આધારે તપાસ કરતા DRIની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તેને જાણ થઈ હતી કે, યુવતી કાલુપુર રેલવે સ્ટેશન પર છે અને કસ્ટમના અધિકારીઓએ CID ક્રાઇમની મદદ લઈને યુવતીને પકડીને એરપોર્ટ લઈ ગયા હતા. જ્યાં યુવતીની હાજરીમાં બેગનું પંચનામુ કરીને ગાંજા સાથે તેની અટકાયત કરીને સમગ્ર કેસની તપાસ CID ક્રાઇમના નાર્કોટિક સેલને સોંપી દીધી હતી.

Advertisement
Tags :
Advertisement