For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પતિ-પત્ની-પૂત્ર ડંકી માર્ગે અમેરિકા જવા નીકળ્યા, રસ્તામાં પતિનું મોત, પરિવાર રઝળી પડ્યો

05:41 PM Mar 10, 2025 IST | revoi editor
પતિ પત્ની પૂત્ર ડંકી માર્ગે અમેરિકા જવા નીકળ્યા  રસ્તામાં પતિનું મોત  પરિવાર રઝળી પડ્યો
Advertisement
  • નિકારગુઆ થઈને અમેરિકા પહોંચવા એજન્ટે વ્યવસ્થા કરી આપી હતી
  • રઝળપાટ બાદ યુવકની તબિયત લથડતા નિકારગુઆની હોસ્પિટલમાં ખસેડાતા મોત
  • યુવકની પત્ની અને સગીર પૂત્ર નિકાગુઆમાં અટવાયા

હિંમતનગરઃ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશીને સેટલ થવાની ઘેલશામાં અનેક પરિવારો બરબાદ થતાં હોય છે. ત્યારે ડંકી રુટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતી પરિવારના મોભીએ રસ્તામાં જ જીવ ગુમાવ્યો હતો. જેને કારણે તેની પત્ની અને પુત્ર રસ્તામાં રઝળી પડ્યાં છે.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું ગેરકાયદેસર રીતે અમેરિકા જવા દરમિયાન મોત નિપજ્યું છે. આ પરિવારે નિકાગુઆ થઈને અમેરિકામાં પહોંચવા માટે એજન્ટ મારફતે ગોઠવણ કરાઈ હતી. દોઢેક માસની સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકારગુઆમાં દાખલ કરાયો હતો. પરંતું ડાયાબિટીસની દવાઓના અભાવે બેહોશ થઈ યુવક કોમામાં સરી પડ્યો હતો. યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ મોતને ભેટ્યો હતો. ત્યારે આ સમાચારથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યુ છે.   હાલ પત્ની અને સગીર પુત્ર હવે નિકારગુઆમાં અટવાયા હોવાની જાણકારી મળી છે.

સૂત્રોના કહેવા મુજબ અમેરિકા જવા વૃદ્ધ માતાને એકલી મુકી અને ગામની જમીન વેચી આંખોમાં સોનેરી સપના લઈને નિકળેલા યુવકનું મોત થતા ગામના લોકો ગમગીન બની ગયા હતા. બીજી તરફ યુવકની પત્ની અને પુત્ર પણ અધવચ્ચે અટવાયા હતા. આ દરમિયાન નિકારાગુઆમાં મૃત્યુના ચાર દિવસ બાદ યુવકના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતક યુવકની પત્ની અને પુત્ર નિકારાગુઆમાં અટવાયા બાદ તેઓનો સંપર્ક પણ નથી શક્યો બીજી તરફ એજન્ટો આ બંનેને પરત મોકલશે કે નહી તે પણ મોટો પશ્ન છે? સમગ્ર મામલે ગામમાં ગમગીની સાથે મૃતકની પત્ની અને પુત્રની પરિવારજનોને ચિંતા સતાવી રહી છે. અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં હવે ગેરકાયદે પ્રવેશ મુશ્કેલ બન્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement