હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જુનાગઢ નજીક ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત

05:29 PM Jun 11, 2025 IST | revoi editor
Advertisement

જૂનાગઢઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જુનાગઢ કેશોદ હાઈવે પર મંગળપુર ફાટક નજીક રેતી ભરેલા ડમ્પર અને સ્કૂટરનો અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે આવેલા ડમ્પરે એકટિવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટકચાલકનું મોત નિપજ્યુ હતું જ્યારે સ્કૂટર પાછળ બેઠેલા સ્કૂટરચાલકના પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

જુનાગઢ-કેશોદ રોડ પર મંગળપુર ફાટક પાસે એક્ટિવા પર જઈ રહેલાં દંપતીને રેતી ભરેલા ડમ્પરે અડફેટે લેતાં પત્નીની નજર સામે જ પતિનું મોત થયું હતુ, જ્યારે પત્નીના બન્ને પગ કપાઇ જતાં ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાચાલકના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. સ્થાનિકોએ અંગો ભેગાં કરી પોટલામાં ભરી હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  કેશોદના વતની અને કેશોદમાં ખમણની દુકાન ચલાવતા સમીરભાઈ ચોવટિયા પોતાની પત્ની સાથે એક્ટિવા પર જુનાગઢથી કેશોદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મંગલપુર ફાટક નજીક પાછળથી આવતા રેતી ભરેલા ડમ્પરે બેદરકારીપૂર્વક એક્ટિવાને ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કરથી સમીરભાઇ ડમ્પરના ટાયર નીચે આવી જતાં ચગદાઇ જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમનાં પત્નીના બન્ને પગ કપાઇ જતાં તેમને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અંગે મૃતકના ભાઈ પ્રદીપ ચોવટિયાએ જણાવ્યું હતું કે મારા ભાઈ જૂનાગઢથી કેશોદ તરફ આવી રહ્યા હતા. એ વખતે પૂરઝડપે આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા, જેમાં સમીરભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આવી રીતે બેફામ વાહન ચલાવતા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને કાયદાનું ભાન કરાવવું જોઈએ. સમીરભાઈને એક સંતાન છે અને મારા ભાભીનાં બંને પગ કપાયા છે. અત્યારે મારા ભાભીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યાં છે.

આ અકસ્માતને નજરે જોનારા લોકોના કહેવા મુજબ  મંગલપુર પાટિયા પાસે જે ઘટના બની એમાં પતિ-પત્ની બાઈક પર જતાં હતાં, એ સમયે પૂરઝડપે આવતા ડમ્પરે બેદરકારીપૂર્વક પોતાનું ડમ્પર ચલાવી બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું. આ રેતી ભરેલા ડમ્પરચાલક જે રીતે ગફલતથી ડમ્પર ચલાવી રહ્યો હતો ત્યારે જ લાગતુ હતું કે આ ડમ્પરચાલક કોઈને અડફેટે લેશે. થોડી દૂર જતાં જ આ ડમ્પરચાલકે દંપતીને અડફેટે લીધું હતું, જેમાં પતિનું ઘટનાસ્થળ પર મોત થયું હતું.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratidumper hits scooterGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharjunagadhLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatesone deadone injuredPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article