હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દસાડા-એછવાડા રોડ પર પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા પતિ-પત્નીનું મોત

04:50 PM Dec 17, 2024 IST | revoi editor
Advertisement

પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં પાટડી તાલુકામાં વધુ એક રોડ અકસ્માતમાં દંપત્તીનું મોત નિપજ્યું હતું. પાટડીના દસાડા એછવાડા રોડ પર બપોરના સમયે પૂરઝડપે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર દંપતિનું મૃત્યુ નિપજયું હતું.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  દસાડા (પાટડી) તાલુકાના વણોદ ગામના અંદાજે 36 વર્ષના ગોપાલભાઈ મહાદેવભાઈ ઠાકોર તથા તેમના પત્નિ અંદાજે 35 વર્ષના જાનકીબેન ગોપાલભાઈ ઠાકોર સવારે બેસણાની વિધિના સામાજિક કામ અર્થે વિરમગામ તાલુકાના જખવાડા ગામે ગયા હતા. ત્યાં કામ પતાવીને વરમોર થઈ દસાડા એછવાડા રોડ ઉપરથી પોતાના ઘરે વણોદ તરફ બાઈક પર જઈ રહ્યાં હતા. દરમિયાન વરમોરથી 1 કિમી દૂર દસાડા એછવાડા રોડ ઉપર સાામેથી હોન્ડા કાર અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર દંપતીને શરીરના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતાં બાઈકચાલક ગોપાલભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું. જ્યારે તેમના પત્નિ જાનકીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

આ અકસ્માતની જાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. દસાડા એછવાડા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનો ભાગ લીધો હતો.

Advertisement

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaraticar-bike accidentDasada-Echhwada roaddeath of husband and wifeGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article