હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

એઆઈની સરખામણીએ મનુષ્ય વધુ રચનાત્મક, અભ્યાસમાં ખુલાસો

11:00 PM Aug 16, 2025 IST | revoi editor
Advertisement

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અનેક બાબતોમાં મનુષ્યને પાછળ છોડી રહ્યું છે, તેનું સ્થાન લઈ રહ્યું છે. ઓફિસમાં કર્મચારીઓથી લઈને સ્કૂલના શિક્ષકોનું સ્થાન એઆઈ પડાવી રહ્યું છે. જો કે તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણકારી મળી હતી કે મનુષ્યથી બહેતર રમૂજ એઆઈ નહિ કરી શકે. હવે એક નવા રિસર્ચમાં જણાવાયું છે કે એઆઈની સરખામણીએ મનુષ્ય વધુ રચનાત્મક છે. ઉપરાંત અભ્યાસમાં ગૂગલ અને એઆઈ વચ્ચે ખાસ કોઈ અંતર ન જણાયું.

Advertisement

ધી જર્નલ ઓફ ક્રિએટીવ બિહેવિયરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર બે લોકો મળીને બ્રેન સ્ટો‹મગ કરે તો તેઓ એઆઈનો ઉપયોગ કરનારા કરતા બહેતર આઈડિયા આપી શકે છે. યુનિવર્સિટી ઓફ સ્કેપહોસેનના સંશોધકો અનુસાર એનાથી સ્પષ્ટ થયું છે કે ભલે ચેટજીપીટી જેવી એઆઈ ટેકનીક આવી ગઈ હોય પણ રચનાત્મકતાની બાબતમાં તે હજી પણ મનુષ્યને પરાસ્ત નહિ કરી શકે.

વાસ્તવમાં રિસર્ચ કરવા માટે કેટલાક જૂથો બનાવાયા હતા. એક જૂથમાં માત્ર મનુષ્ય, બીજામાં મનુષ્ય અને ઈન્ટરનેટ તેમજ ત્રીજા જૂથમાં મનુષ્ય અને એઆઈ સામેલ હતા. તેમને કેટલાક રચનાત્મક કાર્ય સોંપવામાં આવ્યા જેવા કે કાંટા ચમચીના અન્ય શું ઉપયોગ થઈ શકે, પેન્ટને પહરેવા સિવાય બીજા કયા ઉપયોગમાં લઈ શકાય. આ જૂથોએ અલગ અલગ બ્રેન સ્ટો‹મગ કર્યું, જેના પછી પરિણામો સામે આવ્યા.
રિસર્ચમાં જાણ થઈ કે જે જૂથમાં માત્ર મનુષ્યો હતા, તેમણે સૌથી વધુ રચનાત્મક આઈડિયા આપ્યા. બાકીના બે જૂથના તર્ક લગભગ એક સમાન હતા. એટલે જે આઈડિયા ગૂગલ પર હોય, લગભગ તેવી જ આઈડિયા ચેટજીપીટી પર પણ હતી. બંને ખાસ કોઈ તફાવત નહોતો. આથી સાબિત થઈ ગયું મનુષ્યનું મગજ વધુ સારુ ચાલે છે.

Advertisement

રિસર્ચમાં એવો પણ નિષ્કર્ષ નીકળ્યો કે મનુષ્યોના જૂથમાં એક મનુષ્ય પોતાના સાથી સાથે સંપીને કામ કરતા હતા. બીજી તરફ જે જૂથમાં મનુષ્યની સાથે ગૂગલ હતા, તેઓ પોતાને જ મહત્વ આપી રહ્યા હતા. ત્રીજુ જૂથ, જેમાં મનુષ્ય સાથે એઆઈ હતું, તેમાં મનુષ્યએ એઆઈને વધુ મહત્વ આપ્યું હતું. એનાથી સાબિત થયું કે મનુષ્ય ગૂગલ કરતા એઆઈને વધુ વિશ્વસનીય ગણે છે.

Advertisement
Tags :
aiComparisonhumanMore Creativestudy reveals
Advertisement
Next Article