For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમરેલી જિલ્લા એસપીને પાયલ ગોટી કેસમાં માનવ અધિકાર પંચની નોટિસ

02:56 PM Apr 27, 2025 IST | revoi editor
અમરેલી જિલ્લા એસપીને પાયલ ગોટી કેસમાં માનવ અધિકાર પંચની નોટિસ
Advertisement
  • એસપીને એક મહિનામાં એક્શન ટેકન રિપોર્ટ રજુ કરવા આદેશ
  • ભાજપના લેટરકાંડમાં પાયલ ગોટીની રાત્રે ધરપકડ કરી સરઘસ કાઢવામાં આવ્યુ હતું.
  • પાટિદાર દીકરીની ધરપકડથી મામલો ગરમાયો હતો

અમરેલીઃ શહેરમાં એક- દોઢ મહિના પહેલા ભાજપના લેટરકાંડમાં પોલીસે રાજકીય દબાણમાં એક નેતાને ત્યાં ટાઈપિસ્ટ તરીકે નાકરી કરતી પાયલ ગોટી નામની યુવતીને રાત્રે ધરપકડ કરી હતી, એટલું જ નહીં પણ ઈન્ટ્રોગેશનના નામે યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસની આ હરકત સામે ભારે વિરોધ ઊભો થયો હતો. પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા હતા. હવે સમગ્ર ઘટનાને લઈને અમરેલી લેટરકાંડ મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ હરકતમાં આવ્યું છે. જેમાં પંચે અમરેલી પાયલ ગોટી કેસ મામલે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને નોટિસ આપી છે અને 4 અઠવાડિયામાં આ મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

Advertisement

અમદાવાદના માનવ અધિકાર કાર્યકતા કાંતિલાલ પરમાર દ્વારા અમરેલી ખાતે પાયલ ગોટીના કેસની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અમરેલીના જિલ્લા પોલીસ વડાને આયોગ દ્વારા નોટિસ ફટકારીને ચાર અઠવાડિયામા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

આ બનાવની વિગતો એવી હતી કે, અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement