અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ સહિત ખરીફ પાકની ધૂમ આવક
- એક જ દિવસમાં મગફળીની 1200 ક્વિન્ટલની આવક,
- સફેદ અને કાળા તલના પૂરતા ભાવ મળતા ખેડૂતોને રાહત,
- કપાસનો ભાવ 990 રૂપિયાથી 1,590 રૂપિયા સુધી નોંધાયો,
અમરેલીઃ હાલ કમોસમી વરસાદી સીઝન હોવા છતાંયે અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં એક જ દિવસમાં મગફળીની 1200 ક્વિન્ટલની આવક થઈ હતી. અને ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા. જેમાં મગફળી મઠડીનો ભાવ 695 રૂપિયાથી 1,214 રૂપિયા સુધી નોંધાયો હતો. ગિરનાર મગફળીનો ભાવ 840 રૂપિયાથી 1,164 રૂપિયા સુધી બોલાયો હતો. મગફળી મોટીનો ભાવ 676 રૂપિયાથી 1,222 સુધી નોંધાયો હતો. સિંગદાણાનો ભાવ 700 થી 1,250 રૂપિયા સુધી નોંધાયો હતો..
આ ઉપરાંત અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ 1,100 થી 2,450 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 2,270 થી 4,475 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 1,200 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 300 થી 325 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 430 થી 572 રૂપિયા, લોકવનનો ભાવ 450 થી 572 રૂપિયા સુધી નોંધાયો હતો. મકાઈનો ભાવ 222 થી 370 રૂપિયા સુધી નોંધાયો હતો. તેમજ યાર્ડમાં અડદનો ભાવ 1,160 રૂપિયાથી 1,320 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 815 રૂપિયાથી 1,073 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણા દેશીનો ભાવ 800 રૂપિયાથી 980 રૂપિયા સુધી નોંધાયો હતો. સફેદ ચણાનો ભાવ 855 થી 1,031 રૂપિયા સુધી નોંધાયો હતો. છોલ ચણાનો ભાવ 1,720 રૂપિયાથી 1,792 રૂપિયા સુધી નોંધાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 990 રૂપિયાથી 1,590 રૂપિયા સુધી નોંધાયો હતો. એરંડાનો ભાવ 1,150 રૂપિયાથી 1,262 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરુંનો ભાવ 2,490 રૂપિયાથી 3,300 સુધીનો થયો હતો. ધાણાનો ભાવ 1,100 થી 1,290 રૂપિયા સુધી નોંધાયો હતો.