For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં રવિવારે ગૃહમંત્રી અમિત શાહ 11300 વકિલોને શપથ લેવડાવશે

05:19 PM Mar 04, 2025 IST | revoi editor
અમદાવાદમાં રવિવારે ગૃહમંત્રી અમિત શાહ 11300 વકિલોને શપથ લેવડાવશે
Advertisement
  • મુખ્યમંત્રી, સોલિસિટર જનરલ સહિત મહાનુભાવ હાજરી આપશે
  • દેશના તમામ બાર કાઉન્સિલના હોદ્દેદારો, બીસીઆઇના સભ્યો પણ ઉપસ્થિત રહેશે
  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ

અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવ નિયુક્ત 11300 વકીલોને શપથ લેવડાવવાનો કાર્યક્રમ યોજાશે. આગામી તા. 9મી ફેબ્રુઆરીએ અડાલજના દાદા કન્વીકશન સેન્ટરમાં યોજાનારા આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ નવનિયુક્ત વકીલોને શપથ લેવડાવશે. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલ, સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહેશે.

Advertisement

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ અડાલજ ખાતે આવેલ દાદા કન્વીકશન સેન્ટરમાં એકસાથે 11,300 નવનિયુકત વકીલોને શપથ લેવડાવશે. વકીલોના શપથ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી રૂષિકેષ પટેલ, બાર કાઉન્સિલના ચેરમેન અને સાંસદ સભ્ય મનનકુમાર મીત્રા, સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલે જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં ગુજરાતમાં એકસાથે 11,300 વકીલોનો શપથ સમારોહ યોજાશે. આ સમારોહમાં દેશની તમામ બાર કાઉન્સિલના હોદ્દેદારો, બીસીઆઇના સભ્યો, રાજયના 272 બારના હોદ્દેદારો સહિત મોટી સંખ્યમાં વકીલો હાજર રહેશે. નવનિયુકત વકીલોના શપથ સમારોહને કારણે તેઓ વકીલાતની પ્રેક્ટિસ સારી રીતે અને ગરિમાપૂર્ણ રીતે કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક મહિનાથી બાર કાઉન્સિલના ચેરમેન સતત મહેનત કરી રહ્યા છે. દેશનો ઇતિહાસ સાક્ષી પુરે છે કે, કોઇપણ પ્રકારની ક્રાંતિમાં વકીલો પ્રથમ હરોળમાં હોય છે. અને દેશની તમામ રાજકીય પાર્ટીની પ્રવકતાઓ પણ મોટાભાગના વકીલો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement