દુનિયાભરના આ દેશોમાં પણ ઉજવાય છે હોળી, દેખાય છે ભારતના સુંદર રંગો
રંગોના તહેવાર હોળીની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. હોળી આવતાની સાથે જ દરેક તેના રંગોમાં રંગાઈ જાય છે. હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી પણ સંબંધોમાં મધુરતા ઉમેરવાનો પણ તહેવાર છે. ભારતના દરેક ખૂણામાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ભારતની હોળી, ખાસ કરીને વૃંદાવન અને બરસાનાની હોળી આખી દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે હોળીના અવસરે વૃંદાવન અને બરસાનામાં હોળી રમતા લોકોની ભારે ભીડ જામે છે. આ સિવાય ભારતના અલગ-અલગ રાજ્યોમાં હોળી રમવામાં આવે છે.
હોળીનો તહેવાર માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી. ઘણા દેશોમાં પણ રંગોનો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ વખતે હોળી 14 માર્ચે ઉજવવામાં આવી રહી છે.
ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં હોળીને ફાગુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નેપાળના લોકો એકબીજા પર રંગોથી ભરેલા ફુગ્ગા ફેંકીને હોળી રમે છે.
ઘણા મુસ્લિમ દેશો પણ હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આમાં બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે, જ્યાં હોળીને ડોલ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો રંગો લગાવે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
પાકિસ્તાનમાં પણ હિન્દુ વસ્તી રહે છે અને અહીં પણ હોળી ઉજવવામાં આવે છે. કરાચી અને લાહોરની હોળી પાકિસ્તાનમાં ખૂબ પ્રખ્યાત છે. આ દિવસ અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
કેટલાક અમેરિકન શહેરો અને યુરોપિયન રાજ્યોમાં પણ હોળી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો નૃત્ય કરે છે, ગાય છે અને એકબીજા પર રંગો લગાવે છે.
ફિજીમાં પણ હોળી ઉજવવાનુ કલ્ચર છે. અહીં પણ રંગોનો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને લોકો એકબીજા પર રંગોથી ભરેલા ફુગ્ગા ફેંકે છે. ઈન્ડોનેશિયામાં હોળી પ્રોહ્યોના નામથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન લોકો એકબીજાને ગુલાલ લગાવે છે અને ડાન્સ કરે છે.