જુનિયર એશિયા કપ જીતવા બદલ ભારતીય ટીમને હોકી ઈન્ડિયાએ રોકડ ઈનામની જાહેરાત
04:49 PM Dec 05, 2024 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે, બુધવારે ઓમાનના મસ્કતમાં પુરુષ જુનિયર એશિયા કપની હાઇ-સ્કોરિંગ ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 5-3થી હરાવીને, તેના ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.
Advertisement
કી ઈન્ડિયાએ પુરુષ જુનિયર એશિયા કપમાં, તેમના શાનદાર પ્રદર્શન અને ટાઇટલ સંરક્ષણ માટે દરેક ખેલાડીને રૂ. 2 લાખ અને દરેક સપોર્ટ સ્ટાફને રૂ. 1 લાખના રોકડ ઇનામની જાહેરાત કરી છે.
ભારત માટે, અરાજિત સિંહ હુંદલે (4', 18', 47', 54') શાનદાર પ્રદર્શન કર્યું અને ચાર ગોલ કર્યા.જ્યારે દિલરાજ સિંહ (19') એ પણ એક ગોલનું યોગદાન આપ્યું. બીજી તરફ, પાકિસ્તાનના કેપ્ટન શાહિદ હન્નાન (3') અને સુફયાન ખાને (30', 39') ગોલ કર્યા હતા.
Advertisement
ભારતે 2023, 2015, 2008 અને 2004માં તેની પાછળની જીત સહિત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં પાંચ વખત રેકોર્ડ ટ્રોફી ઉપાડી છે.
Advertisement