For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં હવે મ્યુનિ.કોર્પોરેશનની પરવાનગી વિના હોર્ડિંગ-બેનરો લગાવી શકાશે નહીં

04:38 PM Nov 22, 2024 IST | revoi editor
ગાંધીનગરમાં હવે મ્યુનિ કોર્પોરેશનની પરવાનગી વિના હોર્ડિંગ બેનરો લગાવી શકાશે નહીં
Advertisement
  • હોર્ડિંગ્સ-બેનરો લગાવતા પહેલા જ મ્યુનિ.ની મંજુરી લેવી ફરજિયાત,
  • મ્યુનિ.ને નિયત કરેલી ફી પણ આપવી પડશે,
  • સરકારી સંસ્થાઓ, બોર્ડ-નિગમોને નિયમો લાગુ નહીં પડે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હોર્ડિંગ અને બેનરો માટે નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં હોર્ડિંગ કે બેનરો લગાવતા પહેલા મ્યુનિ.કોર્પોરેશનની મંજુરી મેળવવી ફરજિયાત રહેશે. હોર્ડિંગના સાઈઝ મુજબ મ્યુનિને ફી આપવી પડશે, મંજૂરી વિના ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવનાર સામે દંડનીય પગલાં લેવામાં આવશે. આ માટે હોર્ડિંગ્સની સાઇઝ મુજબ મહત્તમ પ્રતિ ચોરસમીટર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.

Advertisement

ગાંધીનગર શહેરમાં આડેધડ કોઇપણ સ્થળે કે બિલ્ડિંગ પર લાગતાં હોર્ડિંગ્સ અને બેનર પર નિયંત્રણ લાવવા અને તેમાં એકસૂત્રતા જળવાય તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસીને ગુરૂવારે મળેલી સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે આ પોલીસી અમલી બની ગઇ છે જેથી આ પ્રકારના હોર્ડિંગ્સ કે બેનરો લગાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવી પડશે. નવી પોલીસી મુજબ હવે હોર્ડિંગ્સ, બેનર, કિઓસ્ક કે વાહનો પર કરવામાં આવતી જાહેરાતો માટે મ્યુનિ.કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે. જેની નિયત ફી પણ મ્યુનિને ચૂકવવી પડશે. ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ લગાવી શકાશે અને ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ નહીં લગાવી શકાય તેવા સ્થળો પણ નિયત કરવામાં આવ્યા છે. મંજૂરી વિના ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવનારા સામે દંડનીય પગલાં લેવામાં આવશે. આ માટે હોર્ડિંગ્સની સાઇઝ મુજબ મહત્તમ પ્રતિ ચોરસમીટર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.

ગાંધીનગર મ્યુનિના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં હાલ મુખ્ય માર્ગો પર અને આંતરિક માર્ગો પર ચારે તરફ વૃક્ષો પર જાહેરાતોના બેનર અને પાટીયા લગાવી દેવામાં આવ્યા છે. નવી પોલિસીમાં આ પ્રવૃત્તિને પ્રતિબંધક જાહેર કરવામાં આવી છે. જેથી હવે કોઇપણ વ્યક્તિ કે સંસ્થા ઝાડ પર આ પ્રકારના બેનર લગાવી શકશે નહીં. જો ઝાડ પર બેનરો કે પાટિયા જણાશે તો તે વ્યક્તિ કે સંસ્થા સામે દંડનીય પગલાં લેવાની જોગવાઇ પણ નવી પોલિસીમાં કરવામાં આવી છે. જોકે, સરકારી સંસ્થાઓ, બોર્ડ- નિગમો અને અન્ય સરકારી એજન્સીઓના હોર્ડિંગ્સ માટે આ પોલીસી લાગુ નહીં પડે તેમજ હોર્ડિંગ્સ માટે કોઇ ફી પણ વસૂલવામાં નહીં આવે. નવી પોલિસી મુજબ દરેક એજન્સીએ હોર્ડિંગ્સ લગાવવા માટે અરજી કરીને મંજૂરી મેળવી લાયસન્સ લેવું પડશે. લાઈસન્સ અને હોર્ડિંગ્સ બંને માટે નિયત કરેલી વાર્ષિક ફી ભરવી પડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement