ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી, બેંગ્લોરમાં બાળકીમાં જોવા મળ્યા લક્ષ્ણો
બેંગ્લોરઃ ચીનમાં હાહાકાર મચાવનાર એચએમપીવી વાયરસને લઈને દુનિયાના દેશોમાં ફરીથી ફફડાટ ફેલાયો છે. દરમિયાન ભારત સરકાર દ્વારા આ અંગે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. દરમિયાન એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થયાનું જાણવા મળે છે. બંગ્લોરમાં એક આઠ મહિનાની બાળકીમાં વાયરસના લક્ષ્ણો જોવા મળ્યાનું ચર્ચાય રહ્યું છે. જો કે, આ અંગે કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી.
ચીનમાં ઝડપથી વધી રહેલા એચએમપીવી વાયરસનું ઈન્ફેક્સન ભારત સુધી પહોંચ્યું છે. બેંગ્લોરમાં એક આઠ મહિનાની બાળકીને સતત તાવ આવતો હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાલ કરવામાં આવી હતી. જ્યાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (એચએમપીવી) હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. જો કે, કર્ણાટકના આરોગ્ય વિભાગે હજુ સુધી એચએમપીવી વાયરસને લઈને સ્પષ્ટતા કરી નથી. જો કે, આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વાયરસ કેવા પ્રકારનો છે તે જાણવા માટે નમૂના પૂણે મોકલવામાં આવ્યાં છે.
ચોંકાવનારી વાત એ છે કે, આ બાળકીની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટી નથી. ભારતમાંથી મળેલો એચએમપીવી વાયરસ અલગ હોવાનું ચર્ચાય રહ્યું છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી કે, ચીનમાં મળેલો વાયરસ અને અહીં મળેલા સ્ટ્રેન મામલે. પરંતુ સુરક્ષા માટે તમામ સુવિધા રાખવા અપીલ કરવામાં આવી છે. આ એવો વાયરસ છે જે સામાન્ય રીતે શરદી જેવા લક્ષણો ધરાવે છે. આ સામાન્ય રીતે શ્વાસન સંક્રમણનું કારણ બને છે. એટલું જ નહીં ક્યારેક નિમોનિયા, અસ્થમા જેવા સંક્રમણનું કારણ બને છે.