હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

હિંમતનગર રેલવે સ્ટેશનના સફાઈ કર્મચારીઓને પગાર ન મળતા હડતાળ

06:07 PM Apr 18, 2025 IST | revoi editor
Advertisement

હિંમતનગરઃ શહેરના રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઈ કામદારોને પગાર ન ચુકવાતા છેલ્લા ચાર દિવસથી સફાઈ કામદારો હડતાળ પર ઉતરતા રેલવે સ્ટેશન પરની સફાઈ સેવા ઠપ થઈ ગઈ છે. તમામ ડસ્ટબિનો કચરાથી ભરાઈ ગયા છે. રેલવે સ્ટેશન પર પણ ગંદકી જોવા મળી રહી છે. શૌચાલયોમાં પણ ગંદકી જોવા મળી રહી છે. કહેવાય છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓને પગાર ન ચૂકવવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે

Advertisement

હિમતનગર રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઈ કામદારોને પગાર ન ચુકવાતા કામદારો હડતાળ પર જતાં ગંદકી ફેલાય છે, આ અંગે સ્ટેશન માસ્ટર પ્રદીપ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટરે સફાઈ કર્મચારીઓનો પગાર નહીં ચૂકવતા તેમણે કામ બંધ કર્યું છે. આના કારણે સ્ટેશન પરિસરની સ્થિતિ કથળી છે.

હિમતનગર રેલવે સ્ટેશન પર કચરાપેટીઓ કચરાથી ઉભરાઈ રહી છે. કેટલીક કચરાપેટીઓ તૂટેલી હાલતમાં છે. શૌચાલયોની સ્થિતિ પણ દયનીય બની છે.  રેલવે વિભાગની ઓફિસોમાં પણ સફાઈ કામ થતું નથી. દેશભરમાં સ્વચ્છતા અભિયાન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિ ચિંતાજનક છે. મુસાફરોને મળતી સુવિધાઓની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અધિકારીઓએ આકસ્મિક મુલાકાત લેવી જોઈએ અને મુસાફરો પાસેથી પ્રતિસાદ મેળવવો જોઈએ. સફાઈ કામગીરી બંધ થવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી થવી આવશ્યક છે.

Advertisement

 

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHimmatnagar railway stationLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharsanitation workers strikeTaja Samacharviral news
Advertisement
Next Article