હિલ સ્ટેશન માઉન્ટ આબુ માઈનસ 3 ડિગ્રીમાં થીજી ગયું
• કડકડતી ઠંડીમાં પણ બરફનો નજારો માણતા પ્રવાસીઓ
• ખૂલ્લામાં પાર્ક કરેલા વાહનો પર પણ બરફના થર જામ્યા
• વહેલી સવારે ધૂમ્મસ છવાયું
પાલનપુરઃ ગુજરાતની સરહદે આવેલા હીલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીને કારણે રોડ-રસ્તાઓ પર બરફની ચાદર પથરાઈ છે. માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી નોંધાતા પ્રવાસીઓ સમીસાંજ બાદ બજારો બંધ થઈ ગઈ હતી. તેમજ રાતના સમયે કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી.
રાજસ્થાનમાં શીત લહેરે લોકોને ધ્રુજાવ્યા છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી. શીત લહેરે લોકોને ધ્રુજાવ્યા છે. માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ છે.
માઉન્ટ આબુમાં બરફનો નજારાના માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. સાંજ પડતા જ માઉન્ટ આબુમાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લઈ રહ્યા છે. બે દિવસથી સતત શીત લહેરનાં કારણે દિવસભર ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા લોકો જોવા મળ્યા હતા.માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામ્યો છે.
માઉન્ટ આબુમાં ઠંડીની મજા માણવા માટે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. આગામી સપ્તાહમાં પણ માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસમાં રહે એવી શક્યતા છે. માત્ર માઉન્ટ આબુ જ નહીં માઉન્ટ રોડના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. માઉન્ટ આબુમાં ગૌમુખ રોડ પર વૃક્ષોના પાંદડા પર જામેલી ઝાકળ બરફમાં ફેરવાઇ ગઇ હતી. માઉન્ટ આબુનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે આવી ગયું છે. ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ ગયા છે. વહેલી સવારે રોડ રસ્તાઓ પર ઘૂમ્મસ છવાયું હતું.