ગ્લોઈંગ ત્વચા જાળવી રાખવા માટે હર્બલ પીણું બેસ્ટ ઓપ્શન
વ્યસ્ત જીવનશૈલીમાં ત્વચાની સુંદર જાળવી રાખવી એક મોટો પડકાર બને છે. ત્વચાની સુંદરતા જાળવી રાખવા બ્યુટી ટ્રિટમેન્ટથી લઈને ફેશિયલ સુધીના ઉપચાર કરીએ છીએ. શારીરિક અસંતુલનના કારણે ત્વચા નિસ્તેજ થવા લાગે છે. શરીરને સ્વસ્થ રાખી ત્વચા સ્વસ્થ રાખી શકાય. ત્વચાને સ્વસ્થ અને ચમકાદાર રાખવા તમારે મોંઘી પ્રોડ્કટ કે ખર્ચાળ બ્યુટી ટ્રીટમેન્ટ નહી કરાવી પડે. ગ્લોઈંગ ત્વચા જાળવી રાખવા માટે હર્બલ પીણું બેસ્ટ ઓપ્શન છે.
શારિરીક અને માનસિક સ્વસ્થતા પણ ચહેરાની સુંદરતાને અસર કરે છે. શારિરીક સ્વસ્થતા માટે જીમ અને કસરત કરીએ છીએ જ્યારે માનસિક સ્વાસ્થ્ય માટે યોગ અને મેડીટેશન. જો યોગ્ય આહાર સાથે આ હર્બલ ડ્રિંકસ પીવામાં આવે તો ખીલ અને ફોલ્લી જેવી કાયમી બની ગયેલી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને ચહેરાને કુદરતી સ્વસ્થ ચમક મળશે. આપણા આર્યુવેદમાં અનેક ઔષધિઓ છે જે બીમારીમાં રાહત મેળવવા અને શરીરની બાહસુંદરતા માટે ઉપયોગી બને છે. આ હર્બલ પીણામાં મંજીસ્ઠા અને મુલેઠીનો ઉપયોગ કરાયો છે.
હર્બલ પીણું બનાવવાની રીતઃ સ્વસ્થ અને ગ્લોઈંગ ત્વચા માટે હર્બલપીણું બનાવવા તમે અડધી ચમચી મંજીસ્ઠા પાવડર અને અડધી ચમચી મુલેઠી પાવડર લો. પછી એક વાસણમાં તમે અંદાજે 1.5 જેટલું ગરમ પાણી મિક્સ કરો. આ મુલેઠી પાઉડર વાળા પાણીને થોડા સમય સુધી ઢાંકી રાખો. અને પછી આ પાણીને ગાળી તમે 3 થી 4 અઠવાડિયા સુધી ખાલી પેટે સેવન કરો. વધુ ફાયદો મેળવવા તમે આ પાણીમાં સૂકા ગુલાબની પાંખડીઓ પણ ઉમેરી શકો છો અથવા તો 4 થી 5 ચમતી ગુલાબજળ નાખી શકો છો.
હર્બલ ડ્રિંકસના ફાયદાઃ દરરોજ આ ડ્રિંકસ પીવાથી ત્વચામાં જરૂર ફાયદો થશે. આ હર્બલ પીણું નિયમિત પીવાથી ચહેરા પર વારંવાર થતા ખીલમાંથી છુટકારો મળશે. અને ઉનાળાની ગરમીના કારણે અને વરસાદી વાતારવણમાં ત્વચામાં જોવા મળતી લાલાશમાં પણ રાહત મળશે. આ પીણાના સેવનથી ત્વચામાં ખંજવાળની સમસ્યા દૂર થશે. સ્કીન માટે આ એક બેસ્ટ ડિટોક્સ વોટર કહી શકાય.