ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ થશે
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિચાર ઉપવિભાગના એક ગામમાં ગઈ રાત્રે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યું છે અને અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે.
બીજી તરફ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ચોમાસાના વિરામ બાદ ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. યાત્રિકોની સુરક્ષા અને સરળતા સુનિશ્ચિત કરવા માટે અદ્યતન સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. આ નિર્ણય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા DGCA, AAI (એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) અને ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ પ્રાધિકરણ વચ્ચે યોજાયેલી અનેક બેઠકો બાદ લેવાયો છે.
હવામાન વિભાગે દેશના અન્ય ભાગોમાં પણ સંભવિત ખરાબ હવામાનની આગાહી કરી છે. આજે અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહના કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.