હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

12:24 PM Jun 11, 2025 IST | revoi editor
Advertisement

ભારતીય હવામાન વિભાગ (IMD)એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આસામના અનેક જિલ્લાઓ માટે આગામી 2-3 કલાક માટે વાવાઝોડા, વીજળી અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની સંભાવનાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જેમાં મધ્ય પ્રદેશના ધાર, બરવાની, ખરગોન, ડિંડોરી, મંડલા અને બાલાઘાટ જિલ્લામાં ભારે હવામાનનું પ્રમાણ જોવા મળે તેવી અપેક્ષા છે. જ્યારે મુંગેલી, કબીરધામ, બેમેટરા, રાયપુર, દુર્ગ, રાજનાંદગાંવ, બાલોદ, કાંકેર અને નારાયણપુર માટે ચેતવણીઓ સાથે, છત્તીસગઢ પર પણ નોંધપાત્ર અસર જોવા મળશે.

Advertisement

IMD અનુસાર, પશ્ચિમ તરફ આગળ વધતાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંખાસ કરીને ગોંદિયા, ભંડારા, ચંદ્રપુર, વર્ધા અને નાંદેડમાં પણ પવન સાથે હરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણમાં કર્ણાટકના બેંગ્લોર શહેરી, બેંગ્લોર ગ્રામીણ અને રામનગર જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તમિલનાડુમાં પણ હવામાન વધુ તીવ્ર બનવાની આગાહી છે, જે તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, કલ્લાક્કુરીચી, કુડ્ડલોર, પેરમ્બલુર, અરિયાલુર, તંજાવુર, તિરુવરુર, ટેન્કા સી, કન્યાકુમારી અને થેની જેવા જિલ્લાઓને અસર કરશે.

જ્યારે કેરળમાં, ત્રિશુર, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ, અલાપ્પુઝા, કોલ્લમ અને તિરુવનંતપુરમના રહેવાસીઓને પણ સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે. વધુમાં આસામના કેટલાક ભાગોમાં ખાસ કરીને દિબ્રુગઢ, ચરાઈદેવ અને સિબસાગરમાં નોંધપાત્ર વાવાઝોડાની અસર જોવા મળે તેવી શક્યતા છે.

Advertisement

હવામાન વિભાગના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિકોને ઘરની અંદર રહેવા, ઝાડ નીચે અથવા નબળા બાંધકામોની નજીક આશ્રય લેવાનું ટાળવા અને બિનજરૂરી મુસાફરીથી દૂર રહેવા અપલી કરી છે. આ સાથે મુસાફરોને બહાર નીકળતા પહેલા રસ્તા અને ટ્રાફિકની સ્થિતિ તપાસવાની પણ સલાહ આપવામાં આવે છે, કારણ કે, અચાનક ભારે વરસાદમાં પાણી ભરાઈ જવા અથવા જોખમી ડ્રાઇવિંગ પરિસ્થિતિઓનું કારણ બની શકે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaraticountryforecastGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharheavy rainLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharStormsTaja Samacharviral news
Advertisement
Next Article