For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ: 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ

12:23 PM Mar 11, 2025 IST | revoi editor
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ  9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ
Advertisement

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ શરૂ, આજે રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, રાજકોટ, સુરત અને ડાંગમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર તો અમદાવાદ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી આપવામાં આવી.

Advertisement

ઉનાળાની શરૂઆતમાં જ ત્રણ દિવસ સુધી રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરત જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું.

હીટવેવથી બચવા શરીરને ડિહાઈડ્રેટ રાખવા નારીયેળ પાણી, છાશ, લીંબુ પાણી, શરબત જેવા પ્રાકૃતિક પીણાં લેવા, ચા-કોફી અને શરાબ જેવા ડિહાઈડ્રેટિંગ પીણાં ટાળો. હળવા રંગના, કોટન અથવા લૂઝ ફિટિંગ કપડાં પહેરવા, સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી કે સ્કાર્ફ પહેરવો, બપોરે 12 થી 4 દરમિયાન ઘરના બહાર જવાનું ટાળો.

Advertisement

પાણીયુક્ત ફળો ખાઓ – તરબૂચ, કાકડી, સંતરા, દ્રાક્ષ જેવા ફળ લઈ શકાય. હળવો અને પૌષ્ટિક ખોરાક લો, બહુ તેલ-મસાલાવાળો ખોરાક ટાળો.

બાળક, વૃદ્ધ અને ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ કાળજી લેવી. કામ કરતા શ્રમિકો અને ખેતમજૂરોએ ખૂબ પાણી પીવું. જો ગરમીથી ચક્કર, તાવ કે ઉલ્ટી થાય તો તાત્કાલિક ડૉક્ટરને મળવું.

Advertisement
Tags :
Advertisement