હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં હ્રદયરોગના કેસમાં વધારો, અમદાવાદ સિવિલમાં પ્રતિદિન 925 દર્દીઓને સારવાર

04:10 PM May 26, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં હ્રદયરોગના દર્દીઓ વધતા જાય છે. ખાણીપીણી અને બેઠાડુ જીવનને લીધે હ્રદયરોગના દર્દીઓ વધતા જતા હોવાનો તબીબોનો મત છે. અમદાવાદ સહિત તમામ શહેરોમાં હ્રદય સંબંધિત દર્દીઓ વધી રહ્યા છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં હ્રદયરોગના દર્દીઓનું પ્રમાણ ઓછું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન 925 દર્દીઓ હ્રદયરોગની સારવાર માટે આવે છે.જેમાં 128 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે.

Advertisement

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલની હાર્ટ હોસ્પિટલમાં હાલ પ્રતિ દિવસે સરેરાશ 925  દર્દી સારવાર માટે આવે છે. આ ઉપરાંત દૈનિક સરેરાશ 128 દર્દીને દાખલ કરવા પડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સિવિલની હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે અત્યારસુધી આઉટડોરમાં 1.32 લાખ, ઈન્ડોરમાં 18239 જેટલા દર્દી નોંધાયા છે. જેમાં 174 દર્દીમાં બલૂન, 539માં ડિવાઇસ, 501માં પેસમેકર, 2842માં સ્ટેન્ટ વિના પ્લાસ્ટિ જેવી હૃદયની સારવાર કરાઇ છે. કુલ 98214 ઈસીજી કરવામાં આવ્યા છે. કુલ 77702 દર્દીમાં ઈકો કરાયું છે. આ પૈકી 12944 બાળ દર્દીઓનો પણ સમાવેશ થાય છે.

Advertisement

હોસ્પિટલના તબીબોના કહેવા મુજબ અમદાવાદ સિવિલની હાર્ટ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ૩ લાખથી વધુ દર્દી ઓપીડીમાં નોંધાય છે. જેમાં 2023માં 3.35 લાખ, 2024માં 3.63 લાખ દર્દીઓનો સમાવેશ થાય છે.  આ સિવાય 2023માં 47230, 2024માં 50,077 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલની હાર્ટ હોસ્પિટલ ઉપરાંત ખાનગીમાં પણ હવે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે. જેમાં 40થી ઓછી વયના યુવા દર્દીઓનું પ્રમાણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharincrease in heart disease casesLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article