For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હરિયાણાઃ દારૂ મામલે તકરાર થતા નિવૃત્ત સૈનિકે ગોળી મારી માતાની કરી હત્યા

10:28 AM Feb 11, 2025 IST | revoi editor
હરિયાણાઃ દારૂ મામલે તકરાર થતા નિવૃત્ત સૈનિકે ગોળી મારી માતાની કરી હત્યા
Advertisement

નવી દિલ્હીઃ હરિયાણાના ચરખી દાદરીમાં એક નિવૃત્ત સૈનિકે તેની માતાની ગોળી મારીને હત્યા કરી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઝઘડાને કારણે તેની માતાને ગોળી મારી હતી.મામલો ચરખી દાદરીના લોહારવા ગામનો છે. મળતી માહિતી મુજબ, નિવૃત્ત સૈનિક સુનીલ કુમાર ઉર્ફે ભોલુને દારૂ પીવાના મામલે તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થતો સાંભળવા મળ્યો હતો.

Advertisement

મામલો એટલો વધી ગયો કે આરોપીએ બંદૂક કાઢી અને ગોળી ચલાવી દીધી. તેની માતા બાથરૂમમાંથી બહાર આવતાની સાથે જ તેને પણ ગોળી વાગી ગઈ. ૭૭ વર્ષીય ચંદ્રો દેવીનું ગોળી વાગવાથી મૃત્યુ થયું. સુનીલની પત્ની અને તેના દીકરાએ રૂમમાં દોડીને પોતાનો જીવ બચાવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, સુનીલ કુમાર ઘણીવાર દારૂ પીને ઘરે આવતો હતો અને તેના કારણે તેના પરિવારમાં ઝઘડા થતા હતા. ડીએસપી દિનેશ યાદવે જણાવ્યું કે પોલીસને માહિતી મળી હતી કે લોહારવા ગામમાં ગોળીબાર થયો છે. આ પછી, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે જાણવા મળ્યું કે સુનીલ નામના વ્યક્તિએ તેની માતાને ગોળી મારી હતી. આ પછી મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેણીનું મોત નીપજ્યું.

Advertisement

આરોપી નિવૃત્ત સૈનિકે ચાર ગોળીબાર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી એક લાઈસન્સ પ્રાપ્ત બંદૂક, 4 ગોળા અને 6 કારતૂસ જપ્ત કર્યા. પરિવારના સભ્યો રૂમમાં છુપાઈ ગયા હતા. જો પરિવારનાં સભ્યો રૂમમાં ના છુપાયા હોત તો વધુ લોકોને ગોળી વાગવાની શક્યતા હતી. આ કેસમાં મૃતકની પુત્રવધૂ અને આરોપીની પત્ની સુમનની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી સુનિલની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement