હરિયાણાઃ પંચકુલામાં હોટલના પાર્કિંગમાં ત્રણ લોકોની ગોળી મારી કરાતા પોલીસ તંત્ર દોડતું થયું
- પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી
- અજ્ઞાત વ્યકક્તિઓએ ત્રણેયની ગોળીમારીને હત્યા કરી
ચંદીગઢઃ હરિયાણાના પંચકુલામાં એક હોટલના પાર્કિંગમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક મહિલા સહિત ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. પિંજોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સોમબીરે જણાવ્યું કે, મૃતકોની ઓળખ દિલ્હીના રહેવાસી વિકી અને વિપિન અને હિસારના રહેવાસી નિયા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, પંચકુલાના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) અરવિંદ કંબોજે આ ત્રણેયને અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિક્કી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે અને તેની સામે કેટલાક કેસ નોંધાયેલા છે. તેમણે કહ્યું હતું કે, "અમે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહ્યા છીએ અને અન્ય કડીઓ એકત્રિત કરી રહ્યા છીએ." હત્યાના કારણ વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી. જો કે પોલીસને આશંકા છે કે આ મામલો જૂની અદાવતમાં હોઈ શકે છે.
સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ આરંભી છે. તેમજ આ ત્રણ વ્યક્તિઓની કેમ હત્યા કરવામાં આવી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.