દુબઈમાં હાર્દિક પંડ્યાની આ પરિચિત મહિલા જોવા મળી, તહેર-તરેહની અટકળો વહેતી થઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ દુબઈમાં રમાઈ હતી. આ હાઇ-વોલ્ટેજ મેચ જોવા માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ દરમિયાન, હાર્દિક પંડ્યા અને તેની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા ચર્ચામાં આવી છે. સ્ટેડિયમમાં જાસ્મીન વાલિયા જોવા મળી હોવાનું ચર્ચાય રહ્યું છે. એવું માનવામાં આવે છે કે નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા પછી, હાર્દિક જાસ્મિનને ડેટ કરી રહ્યો છે. જોકે, હજુ સુધી બંને પક્ષો તરફથી આ બાબતે કોઈ પુષ્ટિ મળી નથી.
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીર બીજા કોઈની નહીં પણ જાસ્મીન વાલિયાની છે. સોશિયલ મીડિયા પર તેનું અને હાર્દિકનું નામ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. જાસ્મીન વાલિયા મૂળ ભારતીય છે પણ બ્રિટિશ નાગરિક છે. જાસ્મીન વ્યવસાયે ગાયિકા છે અને ટીવી જગતમાં એક મોટું નામ છે.
હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયા વચ્ચેના સંબંધોની અફવાઓ તે જ સમયે ગ્રીસમાં રજાઓ ગાળતા જોવા મળ્યા બાદ શરૂ થઈ ગઈ હતી. તેમણે સાથે કોઈ તસવીર ન લીધી, પરંતુ અટકળો શરૂ થઈ ગઈ કે બંને એક જ સમયે એક જ જગ્યાએ જોવા મળ્યા હોવાથી કંઈક તો ચાલી રહ્યું હશે.
હાર્દિક પંડ્યાએ 2020 માં સર્બિયન ડાન્સર અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધથી બંનેને એક પુત્ર છે, જેનું નામ અગસ્ત્ય છે. પરંતુ 2024 માં, તેમના છૂટાછેડાની અફવાઓએ જોર પકડવાનું શરૂ કર્યું હતું. મહિનાઓની અફવાઓ પછી, બંનેએ જુલાઈ 2024 માં તેમના અલગ થવાની પુષ્ટિ કરી હતી.