ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર
12:07 PM Nov 09, 2025 IST | revoi editor
Advertisement
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની આ પ્રવેશ પરીક્ષા 29 માર્ચ, 2026ના રોજ રવિવારે યોજાશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવામાં આવશે. વિદ્યાર્થીઓ GUJCETની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમોમાં આપી શકશે.
Advertisement
જોકે, GUJCET 2026 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતવાર માહિતી પુસ્તિકા ટૂંક સમયમાં બોર્ડની અધિકૃત વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ વેબસાઇટ પર નિયમિતપણે અપડેટ્સ ચેક કરતા રહેવું.
Advertisement
Advertisement