For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ-2025 23મી માર્ચે લેવાશે

06:11 PM Feb 24, 2025 IST | revoi editor
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2025 23મી માર્ચે લેવાશે
Advertisement
  • ધો.12 વિજ્ઞાનના પરીક્ષાર્થીઓ ગુજકેટ આપી શકશે
  • ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે
  • જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા તારીખ 23 માર્ચ 2025ને રવિવારના રોજ યોજાશે. વધુ માહિતી માટે www.gseb.orgની વેબસાઈટ પરથી મેળવી શકાશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યંમિક શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 12ના વિજ્ઞાનપ્રવાહના A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી શકશે. ગુજકેટની પરીક્ષા તારીખ 23 માર્ચ 2025ને રવિવારના રોજ યોજાશે. વધુ માહિતી માટે www.gseb.orgની વેબસાઈટ પરથી મેળવી શકાશે.

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) માટે વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલા પ્રશ્નો, ગુણ અને સમય રહેશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement