For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજકેટના પરીક્ષા ફોર્મ લેઈટ ફી સાથે 15મી જાન્યુઆરી સુધી ભરી શકાશે

05:57 PM Jan 08, 2025 IST | revoi editor
ગુજકેટના પરીક્ષા ફોર્મ લેઈટ ફી સાથે 15મી જાન્યુઆરી સુધી ભરી શકાશે
Advertisement
  • સમગ્ર રાજ્યમાં 23 માર્ચે ગુજકેટ પરીક્ષા લેવાશે
  • ગુજકેટના પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરવાની મુદતમાં વધારો કરાયો
  • વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપરાંત 1000 રૂપિયા લેઈટ ફી ભરવી પડશે

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા ધોરણ 12 સાયન્સના એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. ગુજકેટની કસોટી તારીખ 23 માર્ચને રવિવારે યોજાશે. આ માટે તમામ માહિતી પુસ્તક અને ઓનલાઇન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષા લેવામાં આવે છે. ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, ધોરણ 12 સાયન્સના ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ મળવવા માગતા વિદ્યાર્થીઓ લેઈટ ફી સાથે 15મી જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ગુજકેટ પરીક્ષાના આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી હતી તે હવે 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.  ગુજકેટની પરીક્ષા માટે હવે પછી રૂપિયા 1000 લેટ ફી આપીને 15 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાના રહેશે. એટલે કે ગુજકેટની પરીક્ષા ફી રૂપિયા 350 અને ₹1,000 રેટ ફી મળીને કુલ રૂપિયા 1350 ભરવાના રહેશે એસબીઆઇ સિસ્ટમ મારફત ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અને નેટબેન્કિંગ દ્વારા અથવા sbi ઇ પેના એસબીઆઇ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ sbi બ્રાન્ચમાં ભરી શકાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement