For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો

11:22 AM Feb 12, 2025 IST | revoi editor
ગુજરાત યુનિવર્સિટીએ naacનો a  ગ્રેડ મેળવ્યો
Advertisement

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો છે. યુનિવર્સિટી દ્વારા દસ વર્ષ બાદ ગ્રેડ મેળવવા માટે NAACમાં એપ્લાય કરતા પંદર દિવસ પહેલા ટીમ દ્વારા ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું.ટીમ 3 દિવસ યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન કર્યું હતું.

Advertisement

ગુજરાત યુનિવર્સિટીને A+ મળતા 20 કરોડની જે ગ્રાન્ટ મળતી હતી તેની જગ્યાએ 100 કરોડ સુધીની મળશે.આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ એડમિશનમાં અને જોબ ઓફરમાં લાભ થશે. ગુજરાત યુનિવર્સિટીએ તો A++ ગ્રેડ મેળવવા માટે તૈયારી કરી હતી. પરંતુ, વિદ્યાર્થી દિઠ ફેકલ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

A+ ગ્રેડ મળવાથી અગાઉ ગુજરાત યુનિવર્સિટીને પીએમ ઉષાની પૂરી ગ્રાન્ટ મળી શકી ન્હોતી તે હવે મળશે.અગાઉ 20 કરોડ સુધીની જ ગ્રાન્ટ મળી હતી તેની જગ્યા હવે 100 કરોડ સુધીની ગ્રાન્ટ મળશે.આ ઉપરાંત અન્ય પણ યોજનાઓનો લાભ મળશે.A+ ગ્રેડ મળવાને કારણે વિધાર્થીઓને ફાયદો થશે.વિધાર્થીની ડિગ્રીમાં A+ ગ્રેડનો ઉલ્લેખ થશે જેથી એડમિશન અને જોબ ઓફરમાં ફાયદો થશે.

Advertisement

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે NAAC ને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.NAAC ના જે ક્રાઈટેરિયા હતા તે પણ પૂરા કર્યા છે.સાત જેટલા અલગ અલગ ક્રાઈટેરિયા પૂરા કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળ્યો છે.A++ ગ્રેડ મળે તેવી તૈયારી કરવામાં આવી હતી પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં વિધાર્થી દીઠ ફેકલ્ટીની સંખ્યામાં ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે આગામી વર્ષમાં નવા કોર્ષ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી HPP કોર્ષ માટે અલગ ડિપાર્ટમેન્ટ હતું પરંતુ હવેથી તમામ ડિપાર્ટમેન્ટને HPP કોર્ષ શરૂ કરવા જણાવવામાં આવશે. HPP કોર્ષ શરૂ થતા ડિપાર્ટમેન્ટને પણ આર્થિક ફાયદો થશે.અત્યારે સેલેબ્સમાં કોઈ બદલાવ આવશે નહિ. 10 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટીએ NACCના એક્રીડેશન માટે એપ્લાય કર્યું હતું. જેથી ગુજરાત યુનિવર્સિટીમાં પંદર દિવસ પહેલા NACCની ટીમે વિઝિટ કરી હતી. ટીમ 3 દિવસ યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement