For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત કડકડતી ઠંડીમાં ઠુંઠવાયુ, નલીયા અને રાજકોટમાં સૌથી ઓછું તાપમાન

05:21 PM Dec 13, 2024 IST | revoi editor
ગુજરાત કડકડતી ઠંડીમાં ઠુંઠવાયુ  નલીયા અને રાજકોટમાં સૌથી ઓછું તાપમાન
Advertisement
  • ઉત્તર-પૂર્વના પવનોને લીધે ઠંડીનું મોજું ફરી વળ્યું,
  • ઠંડીને લીધે શિયાળું પાકને ફાયદો થશે,
  • બે-ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટાંની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીથી જનજીવન પર અસર પડી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની વધુ અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયા અને રાજકોટનું નોંધાયું હતું. દરમિયાન જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે  16 થી 22 ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પવનના તોફાનો સાથે માવઠું પડવાની આગાહી કરી છે.

Advertisement

ગુજરાતમાં શિયાળાએ અડિંગો જમાવ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી સતત મહત્તમ અને લઘુતમ તાપમાન ઘટતું જઈ રહ્યું છે, જેને કારણે ગુજરાતવાસીઓ માટે શિયાળો બરાબર જામ્યો છે. ઠંડીનું પ્રમાણ વધુ રહેતા અનેક જિલ્લાઓમાં શાળાના સમયમાં પણ ફેરફાર કરવાની માગ ઊઠી છે. આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ વધુ રહેતા શિયાળુ પાકને પણ ફાયદો થવાની શક્યતાઓ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિવસે સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત લઘુતમ તાપમાન યથાવત રહ્યું હતું. સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના કહેવા મુજબ  આવતી કાલે તા. 14 ડિસેમ્બરથી ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર ઘટી શકે છે. લઘુતમ તાપમાનમાં વધારો થશે. દરમિયાન જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાથી 16 થી 22 ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પવનના તોફાનો સાથે માવઠું પડશે. દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થશે. ભારે હીમ વર્ષા થવાથી જમ્મુ-કાશ્મીરના સરોવરો પણ થીજી જશે. જેની અસર ગુજરાત સુધી થશે. જેના પરિણામે આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેવાની શક્યતા રહેશે. જો કે 14 ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર ઉભુ થશે. જે બાદ 26 ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે. જેના પરિણામે આગામી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવશે. જેમાં ઉત્તરાયણ સુધી ગુજરાતના કેટલાક ઠેકાણે પવનના તોફાનો સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

Advertisement

રાજ્યમાં સૌથી વધુ ઠંડી ફરીવાર એકવાર નલિયામાં રેકર્ડ થઈ છે.  7.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા. નલિયામાં બુધવારે સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેની સરખામણીમાં ગુરૂવારે 2.8 ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું. (File photo)

 

Advertisement
Tags :
Advertisement