For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ સરકારી શિક્ષકોના બદલીના નિયમો જાહેર

12:16 PM Nov 13, 2024 IST | revoi editor
ગુજરાતઃ સરકારી શિક્ષકોના બદલીના નિયમો જાહેર
Advertisement
  • જિલ્લા ફેરબદલીની જોગવાઇ ઓનલાઇન સોફ્ટવેર માધ્યમથી કરવાની રહેશે
  • સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે
  •  ઓછામાં ઓછી  2 વર્ષની સેવા પૂર્ણ કરેલ હોવી જોઇએ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર ઓછામાં ઓછી  2 વર્ષની સેવા પૂર્ણ કરેલ હોવી જોઇએ. ત્યાર બાદ જ જિલ્લા ફેરબદલી માટે અરજી કરી શકશે. જિલ્લા ફેરબદલીની જોગવાઇ ઓનલાઇન સોફ્ટવેર માધ્યમથી કરવાની રહેશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શિક્ષણ સહાયક પોતાની મુળ નિમણુંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીઓમાં મોકલવાનીવ રહેશે. તેમજ પહેલા સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે.

Advertisement

વિધવા,વિધુર,ત્યક્તાના કિસ્સામાં તેઓએ વિધવા,વિધુર હોવા અંગેનું તથા પુન:લગ્ન ન કરેલ હોવા અંગેનું સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. અસાધ્ય તથા ગંભીર રોગો,બિમારીઓના કિસ્સામાં જિલ્લા આંતરિક,જિલ્લા ફેર-બદલીઓ કરવાની સત્તા ફક્ત સરકાર કક્ષાએ રહેશે અને તે માટે તબીબી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ અસાધ્ય તથા ગંભીર રોગો ધ્યાને લેવામાં આવે છે. આ જિલ્લા ફેર-બદલીનો લાભ શિક્ષણ સહાયક,મદદનીશ શિક્ષકને બે વાર મળવાપાત્ર રહેશે. શિક્ષકોને પ્રતિ-નિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement