For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ 44 પ્રવાસન માર્ગોના સુધારણા માટે 2269 કરોડ મંજૂર

05:23 PM Jan 21, 2025 IST | revoi editor
ગુજરાતઃ 44 પ્રવાસન માર્ગોના સુધારણા માટે 2269 કરોડ મંજૂર
Advertisement

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વધુ ગતિશીલ બનાવીને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાનો વ્યુહ અપનાવ્યો છે. રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના હયાત માર્ગોના અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામો માટે 2268.93 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રવાસન સ્થળોના કુલ 58 માર્ગો પર અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓની સર્કિટના વિકાસ દ્વારા આવા પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી અને સુલભતા વધારવાનો અભિગમ પણ રાખ્યો છે. 58 માર્ગોની સુધારણાથી આ અભિગમને વેગ મળવા સાથે પ્રવાસીઓને વધુ કાર્યક્ષમ રોડ નેટવર્ક મળશે. આ ઉપરાંત મુસાફરીનો સમય અને ખર્ચ પણ ઘટવા સાથોસાથ કનેક્ટિવિટીના વધારાથી પ્રવાસન સ્થળોની આસપાસના વિસ્તારોનો આર્થિક વિકાસ થશે તેમજ નવી રોજગારીની તકોનું સર્જન થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે અને ‘વોકલ ફોર લોકલ’ ધ્યેય અંતર્ગત સ્થાનિક હસ્તકલા કારીગરીના અને ગૃહ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ થવાથી જે તે વિસ્તારના લોકોના જીવન ધોરણમાં પણ ઉન્નતિ થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement