ગુજરાતઃ સમુદ્રમાં થતી લાઇન ફિશિંગ બંધ કરવા રજુઆત
ગાંધીનગરઃ બેટ દરિયાખેડુ ફિશીંગ બોટ અને ઓનર્સ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત સાથે ઓખા માછીમારો થતી ગેરકાયદેસર લાઈટ અને લાઈન સામે કડક કાર્યવાહીની માંગ છે. બેટ દરિયાખેડુ ફિશીંગ બોટ અને ઓનર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને થયેલી રજુઆતમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓખાના સ્થાનિક માછીમારો તેમની માછીમારી બોટ સાથે ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત “લાઈન ફિશિંગ તથા લાઈટ ફિશિંગ” કરી રહ્યા છે.
ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 ના પ્રકરણ-2 કલમ-6 હેઠળ અને હાલમાં કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગ, પર્સ સીન માછીમારી દ્વારા પ્રકાશિત તા. 17 ઓક્ટોબરના ગેઝેટના ભાગ 4-બીમાં ઉલ્લેખિત ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો-2024 મુજબ, ગુજરાત રાજ્યમાં લાઈટ ફિશિંગ, લાઈન ફિશિંગ અને ખેરા માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કેટલાક માછીમારો દ્વારા આ ગેરકાયદે માછીમારી ચાલુ રાખવાથી આપણા ગુજરાતના પરંપરાગત માછીમારોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે.બેટદ્વારકા ના માછીમારો નેટફિશિંગ નો ધંધો કરતાં હોય તેજ જગ્યા પર લાઈન ફિશિંગ વારા લાઈન ફિશિંગ વારા લાઇન ફિશિંગ કરતાં હોય તેના કારણે નાના નાના મચ્છી ના બચ્ચા પણ મારી નાખતા હોય તો હાલ જાળ ની બોટ વારા ને બોટ ચલાવી મુશ્કેલ થઈ ગય હોય તો સરકારના દ્વારા કાયદા નો અમલ કરી તાત્કાલિક ધોરણે પગલાં લય ને કાયદેસર ની કાર્યવાહી કરી ને લાઇન ફિશિંગ તથા લાઈટ ફિશિંગ ને અટકાવવા માંગ કરાય છે. છે. જો આ બંધ નહીં થાય તો નેટ જાળ ની બોટ વારાને ભૂખે મરવાનો વારો આવશે તથા બોટ બંધ કરવાનો વારો આવશે.
ગેરકાયદેસર રીતે ફિશિંગ કરતાં આવા ગુનેગારો ને સામે પગલાં લેવામાં નહીં આવે તો માછીમારો વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના ઊભી થાય છે. મહેરબાની કરીને આવી બોટો અને માછીમારો સામે વહેલી તકે કાર્યવાહી કરી અને તેઓની સામે સરકારશના કાયદા મુજબ કડક સજા કરો અને વહેલી તકે આ કાયદા નો ઉપયોગ કરી ને પગલાં લેવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.