For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ ગુલાબી ઠંડીની શરૂઆત, 10 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો

12:23 PM Nov 15, 2024 IST | revoi editor
ગુજરાતઃ ગુલાબી ઠંડીની શરૂઆત  10 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો
Advertisement
  • 10 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે રહ્યો
  • ગાંધીનગરમાં 19 ડિગ્રી જેટલુ લઘુમત તાપમાન નોંધાયું
  • રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે

અમદાવાદઃ રાજ્યમાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 10 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું છે. સૌથી ઓછું અમરેલીમાં 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં 19 ડિગ્રી લઘુમત તાપમાન નોંધાયું હતું.. ગાંધીનગરમાં રાત-દિવસના તાપમાનમાં 15.8 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.

Advertisement

અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદમાં 20 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે લઘુત્તમ તાપમાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે. બીજી તરફ રાજ્યમાં હાલ ઠંડીની શરૂઆત થતાની સાથે જ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો તથા તાપણાનો સહારો લઈ રહ્યાં છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement