હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતઃ NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ 'ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર' નિયુક્ત કરાયાં

06:10 PM Nov 14, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગર: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU),ગાંધીનગર ખાતે આજે, 14 નવેમ્બર, 2025ના રોજ, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફોરેન્સિક સાયન્સ (IAFS)ના પ્રમુખ પ્રો. યાન્કો કોલેવ, M.D., Ph.D. દ્વારા એક વિશિષ્ટ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે પ્રો. કોલેવે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'પદ્મશ્રી'થી સન્માનિત અને NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસને IAFSના 'ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર' (વૈશ્વિક ફોરેન્સિક રાજદૂત) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.પ્રો. કોલેવે ફોરેન્સિક વિજ્ઞાનને વૈશ્વિક સ્તરે આગળ વધારવામાં ડૉ. વ્યાસના અનુકરણીય નેતૃત્વની પ્રશંસા કરી હતી.આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં નિયુક્તિ: આ ઉપરાંત, ડૉ. વ્યાસને મે-2026 દરમિયાન સોફિયા, બલ્ગેરિયામાં યોજાનારી આગામી IAFS-2026 કોન્ફરન્સ માટે આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

પ્રો. કોલેવે NFSUને "વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિ યુનિવર્સિટી" ગણાવીને તેના શૈક્ષણિક અને સંશોધન યોગદાનની વૈશ્વિક સુસંગતતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આધુનિક ગુનાહિત તપાસના જટિલ પડકારોને પહોંચી વળવા માટે ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રે અત્યાધુનિક સાધનો અને ઉભરતી તકનીકો અપનાવવી આવશ્યક છે.આ કાર્યક્રમમાં NFSUના વિવિધ કેમ્પસ ડાયરેક્ટર્સ, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement
Next Article