For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત માળખાકીય સુવિધાઓ અને ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ દીવાદાંડી સમાન: ડૉ. જીતેન્દ્ર સિંઘ

06:45 PM Jan 30, 2025 IST | revoi editor
ગુજરાત માળખાકીય સુવિધાઓ અને ઈ ગવર્નન્સ ક્ષેત્રે પણ દીવાદાંડી સમાન  ડૉ  જીતેન્દ્ર સિંઘ
Advertisement
  • ગાંધીનગર ખાતે બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો શુભારંભ
  • સુશાસન એ વિકસિત સમાજનો મહત્વનો પાયો: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
  • 28 રાજ્યોના 100થી વધુ પ્રતિનિધિઓ કોન્ફરન્સમાં સહભાગી બન્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો આજે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ તેમજ ગુજરાત સરકારના નાણા મંત્રી  કનુભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. આ શુભારંભ સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ ઈ-જર્નલ’ તેમજ ‘સ્ટેટ કોલાબોરેટીવ ઈનીશીયેટીવ પોર્ટલ” લોન્ચ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે આ પરિષદની સુવ્યવસ્થિત યજમાની કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતને સુશાસનનું વિશ્વાસપાત્ર મોડલ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, સુશાસન અને સુશાસનીક વ્યવસ્થા અંગે ગોષ્ઠી કે પરિષદનું આયોજન કરવા માટે ગુજરાતથી શ્રેષ્ઠ દેશમાં અન્ય કોઈ વિકલ્પ ન હોઈ શકે. ૯૦ના દાયકામાં કોઈપણ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવું હોય તો, ગુજરાતમાં IIM-અમદાવાદ ઉપરાંત કોઈ વિકલ્પ ન હતો. આજે એ જ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક પરિષદોનું સુદ્રઢ આયોજન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શક્ય બન્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ  નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સની આ રાષ્ટ્રીય પરિષદનું અલગ-અલગ રાજ્યમાં આયોજન કરવાની પ્રેરણા આપી હતી. જેની ફલશ્રુતિરૂપે દેશના અનેક રાજ્યોમાં આ પરિષદનું આયોજન થઇ ચૂક્યું છે. પરંતુ ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ પરિષદોનું સતત આયોજન થઇ રહ્યું છે. ગુજરાત માત્ર માળખાકીય સુવિધાઓ જ નહિ, પરંતુ ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ અન્યો માટે દીવાદાંડી સમાન છે. ઓનલાઈન સેવાઓ, પોર્ટલ, ડેશબોર્ડ જેવી અનેક સુવિધાઓ વિકસાવવામાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે.

Advertisement

વડાપ્રધાનના ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ’ના મૂળમંત્રને ચરિતાર્થ કરવા માટે ભારત સરકાર નાગરિકોને કેન્દ્રમાં રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરી રહી છે. સાથે જ, ભારત સરકારની ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરેન્સ નીતિ અને સમયબદ્ધ આયોજન થકી નાગરિકોને મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સની અનુભૂતિ થઇ રહી છે, તેમ કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ સંદર્ભે મંત્રીશ્રીએ કેટલાક ઉદાહરણો પણ પ્રસ્તૂત કર્યા હતા.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે ભારત સરકારની સીપી ગ્રામ, ઓનલાઈન RTI પોર્ટલ, રોજગાર મેળા, ફેસ રીકોગ્નીઝ્ન ટેકનોલોજી, મિશન કર્મયોગ અને ચિંતન શિબિર જેવી વિશેષ પહેલ અંગે સવિસ્તૃત ભૂમિકા આપી હતી. સાથે જ, તેમણે નાગરિકોના હિતમાં ગુડ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા ચિંતન-મનન કરવા વિવિધ રાજ્યોથી પધારેલા ડેલીગેટ્સને આહ્વાન કર્યું હતું.

ગુજરાતના નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સુશાસન એ વિકસિત સમાજનો મુખ્ય પાયો છે. ગુજરાત સરકાર નાગરિકો માટે ગવર્નન્સ રિફોર્મ, પારદર્શિતા, કાર્યક્ષમતા અને સશક્તિકરણ કરવા માટે કટિબદ્ધ છે. જેના પરિણામે ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં અગ્રણી સ્થાને છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાત મોડલ એક પ્રોએક્ટિવ, રિસ્પોન્સિવ અને એકાઉન્ટેબલ ગવર્નન્સ તરીકે પ્રસ્થાપિત થયું છે.

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિર્ફોમ્સ એન્ડ પબ્લિક ગ્રિવન્સિસ-DARPGના સચિવ  વી.શ્રીનિવાસે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો વર્તમાનમાં જન હિતમાં ગુડ ગવર્નન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI અને ટેકનોલોજીના ઉપયોગને વધુને વધુ પ્રાધાન્ય આપી રહી છે. ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુડ ગવર્નન્સ ક્ષેત્રે બેસ્ટ પ્રેક્ટિસિસમાં સૌથી વધુ 'PM એર્વોડ' મેળવ્યા છે. જેમાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર, સ્વચ્છ ભારત અભિયાન, સમગ્ર શિક્ષા અભિયાન વગેરેનો સમાવેશ થાય છે. તેમણે વર્ષ 2003માં શરુ થયેલા 'સ્વાગત' ઓનલાઇન પ્લેટફોર્મને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement