હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતઃ બનાસકાંઠા સરહદ ઉપર ઘુસણખોરીનો પ્રયાસ, બીએસએફએ એક શખ્સને ઠાર માર્યો

02:49 PM May 24, 2025 IST | revoi editor
Advertisement

ડીસાઃ 23 મે 2025ના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ સફળતાપૂર્વક ઠાર કરી દીધો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. સૈનિકોએ તેને ચેતવણી આપી પણ તે આગળ વધતો રહ્યો હતો. પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘુસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો.

Advertisement

દરમિયાન યુપીના બહરાઇચમાં ભારત-નેપાળ સરહદ પર એસએસબીએ એક શંકાસ્પદ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેની ભાષા એકદમ વિચિત્ર છે. જે સ્થાનિક રહેવાસીઓથી તદ્દન અલગ છે. SSB પૂછપરછ દરમિયાન તેણે પાકિસ્તાનનું નામ લીધું છે. તેની વધુ પૂછપરછ ચાલી રહી છે. આ મામલો મોતીપુર વિસ્તારનો છે. અહીં એક યુવાન ભારત-નેપાળ સરહદ પર ફરતો હતો. જ્યારે SSB જવાનોને શંકા ગઈ, ત્યારે તેમણે તેને રોક્યો હતો. સુરક્ષા જવાનોએ તેની સાથે વાત કરી અને તેનું સરનામું પૂછ્યું હતું. તેણે જે ભાષામાં આનો જવાબ આપ્યો તે શરૂઆતમાં કોઈને સમજાયું ન હતું. આનાથી શંકા વધુ ઘેરી બની હતી. જેથી SSB જવાનોએ તેને કસ્ટડીમાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પાકિસ્તાનનું નામ લીધું છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharattemptBanaskantha borderBreaking News GujaratibsfgujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharInfiltrationLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatesone person shot deadPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article