હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમેરિકામાં રહેતા મિત શાહ સામે છેતરપિંડીની કરાયેલી ફરિયાદ ઉપર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

03:55 PM Jun 27, 2025 IST | revoi editor
Advertisement

• અભિનેત્રી નીતુ ચંદ્રા દ્વારા છેતરપિડીની ફરિયાદ કરવામાં આવી હતી
• મિત શાહ અમેરિકામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે,
• અમરિકામાં સર્જાયેલા ડિસ્પ્યુટની અમદાવાદમાં ફરિયાદ કરી

Advertisement

અમદાવાદઃ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેત્રી/પ્રોડ્યુસર અને હોલીવુડ અભિનેત્રી મિસ. નીતુ ચંદ્રા શ્રીવાસ્તવ ધ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા મિત મયંક શાહ સામે ડીસીબી પોલીસ સ્ટેશન અમદાવાદમાં કરાયેલી છેતરપીંડી અને ઠગાઈની ફરિયાદ સામે ગુજરાત હાઈકોર્ટ ધ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. કોર્ટે નોધ્યું છે કે બંને પાર્ટી વચ્ચે નો ડીસ્પ્યુટ એ કોમર્શીયલ પ્રકારનો છે. અને કરારની શરતો પ્રમાણે કરાર બાબતે નો ડીસ્પ્યુટ ઓરલેન્ડો, ફ્લોરીડા ખાતે છે તેમ છતાં ફરિયાદ અમદાવાદ ખાતે આપવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે, અમેરિકામાં વર્ષોથી રહેતા મિત મયંકભાઈ શાહ યુ.એસ. સીટીઝન શીપ ધરાવે છે અને `બ્લ્યુ વેવ ઇવેન્ટ પ્રોડક્શન એલએલસી; ના નામથી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામકાજ કરે છે. મિતની કંપની દ્વારા અગાઉ (1) સલમાનખાન – દબંગ ટુર (2) અરિજિત સિંગનો પ્રોગ્રામ જેમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર, નોરા ફતેઅલી, મૌની રોય, દિશા પટની, અપારશક્તિ ખુરાના સહિત કલાકારોનો.પરફોર્મન્સ યોજાયો હતો (3) નેહા કક્કરનો પ્રોગ્રામ (4) નવરાત્રીના ગરબા સહિતના કાર્યક્રમોનું સફળપૂર્વક આયોજન કર્યુ છે. દરમિયાન નીતુ ચંદ્રા અને મિત મયંક શાહ વચ્ચે તા. 21-09-2023ના રોજ એક લેખિત કરાર યુ.એસ.એ. ખાતે કરવામાં આવ્યો હતો જે મુજબ `ઉમરાવ જાન અદા’ નામનો મ્યુઝીકલ વીસ શો અમેરિકા ના જુદા જુદા 10 શહેરોમાં યોજવાનું નક્કી કરાયું હતુ અને તે પેટે નીતુ ચંદ્રા ને પેમેન્ટ રૂપે કુલ 4.40.000 યુ.એસ. ડોલર પેમેન્ટ આપવાનું નક્કી કરાયુ હતુ. આ કરારના લીધે મિત મયંક શાહે અમેરિકાના જુદા જુદા શહેરોમાં આ શો માટે હોલનું બુકિંગ કરાવ્યા હતા અને તે પેટે બુકિંગ રકમ પણ જમા કરાવી હતી. નીતુ ચંદ્રા સાથે તેનો લગભગ 75 માણસોનો સ્ટાફ પણ આવેલો જે તમામના વિઝાથી લઈને તેમનું યુ.એસ. માં રહેવાનું, જમવાનું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનું, તેઓનો સામાન પણ ટ્રાન્સફર કરવાનો વિ. તમામ એરેન્જમેન્ટ મિત શાહ ધ્વારા કરાયુ હતુ. આ શો નું બુકિંગ ઓછું થયેલ હોવાથી મિત શાહ અને નીતુ ચંદ્રા વચ્ચે પેમેન્ટને લઈને વાતચીત થયેલ અને તે મુજબ કુલ પેમેન્ટ રકમ 1.14.000 યુ.એસ. ડોલર નક્કી થયેલ. તે પેટે મિત શાહ ધ્વારા 1.00.250 યુ. એસ. ડોલર પેમેન્ટ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા ત્રણ શો વોશિંગટન ડી.સી. માં રાખવામાં આવ્યા હતા. નીતુ ચંદ્રા ને 55,000 યુ.એસ. ડોલરનો ચેક આપવામાં આવ્યો હોવા છતાં તેમણે શો કર્યો નહીં. અને તેથી તેને આપવામાં આવેલ ચેકનું સ્ટોપ પેમેન્ટ કરવામાં આવેલ જે બાબતે નીતુ ચંદ્રા ધ્વારા અમેરિકાની કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ લગભગ તમામ પેમેન્ટ કરવામાં આવેલ હોવા છતાં ફરિયાદી નીતુ ચંદ્રા ધ્વારા એક વર્ષ પછી અને ઇન્ડિયા પરત આવ્યા બાદ અમદાવાદ ખાતે એક અરજી આપી ફરિયાદ નોધાવેલ જેમાં એવો આરોપ મુકવામાં આવેલ છે કે આરોપી મિત શાહ ધ્વારા તેઓને કરાર મુજબ પેમેન્ટ ન કરી છેતરપીંડી અને ઠગાઈ કરેલ છે.

Advertisement

આ ફરિયાદ સામે મિત શાહ ધ્વારા હાઈકોર્ટ માં કવોશિંગ પીટીશન કરવામાં આવી છે. જેમાં નામદાર હાઈકોર્ટ ધ્વારા તેમન તા. 23/06/2025ના હુકમથી નોટીસ કાઢવામાં આવેલ છે અને આવી ફરિયાદ સામે મનાઈ હુકમ આપવામાં આવેલ છે. જેમાં કોર્ટે નોધ્યું છે કે બંને પાર્ટી વચ્ચે નો ડીસ્પ્યુટ એ કોમર્શીયલ પ્રકાર નો છે. અને કરાર ની શરતો પ્રમાણે કરાર બાબતે નો ડીસ્પ્યુટ ઓરલેન્ડો, ફ્લોરીડા ખાતે છે તેમ છતાં ફરિયાદ અમદાવાદ ખાતે આપવામાં આવેલ છે.

Advertisement
Tags :
AMERICAcomplaintFraudGujarat High courtMit ShahresidentStay
Advertisement
Next Article