For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ વરસ્યો, 55 ડેમ છલકાયાં

12:32 PM Aug 21, 2025 IST | revoi editor
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ વરસ્યો  55 ડેમ છલકાયાં
Advertisement

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Advertisement

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૩૭ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૬૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૩૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૩૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૯ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૭૦ ડેમ હાઈ એલર્ટ, ૩૫ ડેમ એલર્ટ તથા ૧૬ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકાઓમાં ૧૩ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૩ ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં ૧૧ ઇંચથી વધુ, વંથલી તાલુકામાં ૧૦ ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૦ ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Advertisement

ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement