For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં ગુરૂવારથી 4 દિવસની રજા

06:48 PM Oct 23, 2024 IST | revoi editor
ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં ગુરૂવારથી 4 દિવસની રજા
Advertisement
  • સરકારે પડતર દિવસની રજા જાહેર કરી,
  • ગુરૂવારથી રવિવાર સુધી રજા,
  • 9મી નવેમ્બરે બીજા શનિવારે કચેરી ચાલુ રહેશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓ દિવાળીના તહેવારો પરિવાર સાથે હર્ષોલ્લાસથી મનાવી શકે તે માટે સરકારે 4 દિવસની રજા જોહેર કરી છે, આમ તો શુક્રવારના દિવસની એક પડતર રજા જાહેર કરી છે તેના લીધે કર્મચારીઓને સળંગ 4 દિવસની રજાનો લાભ મળશે. આ વખતે 31 ઓક્ટોબરે ગુરુવારે દિવાળી છે અને 2 નવેમ્બરે બેસતું વર્ષ છે, જ્યારે 1 નવેમ્બરે શુક્રવારે પડતર દિવસ છે. સરકારી કચેરીઓમાં દિવાળી (ગુરુવાર) અને બેસતા વર્ષ (શનિવાર) રજા હતી. હવે પડતર દિવસે (શુક્રવારે) રજા જાહેર કરાતાં ગુરુવારથી રવિવાર સુધી ચાર દિવસની સળંગ રજાનો લાભ મળશે. જોકે હવે સરકારે 1 નવેમ્બર 2024ના શુક્રવારના કચેરી બંધ રાખી એના બદલામાં 9 નવેમ્બર 2024ના બીજા શનિવારે કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આમ, શુક્રવારની રજાના બદલે બીજા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે.

Advertisement

ગુજરાત સરકારના કર્મચારીઓએ દિવાળીના તહેવારોમાં વચ્ચે આવતો પડતર દિવસે રજા આપવાની માગણી કરી હતી તેને સરકારે મજુર રાખી છે, એટલે 1લી નવેમ્બરને શુક્રવારે પડતર દિવસની જાહેર રજા રહેશે, રાજ્ય સરકાર દ્વારા કેલેન્ડર વર્ષ 2024 માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. એ મુજબ તા. 31 ઓક્ટોબર 2024ના ગુરુવારના રોજ દિવાળીની જાહેર રજા છે. ત્યાર બાદ તા. 2 નવેમ્બર 2024ના શનિવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા તથા તા. 3 નવેમ્બર 2024ના રોજ ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. દિવાળી પર્વમાં સરકારી અધિકારી, કર્મચારીઓ તહેવાર માણી શકે એ માટે આ રજા જાહેર કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી હવે ગુરુવારથી રવિવાર સુધી ગુજરાતમાં મીની વેકેશનનો માહોલ જામશે.

રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે એ માટે કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. ઓક્ટોબર માસની 23થી 25 તારીખ દરમિયાન આ મહિનાનો પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement