For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારની નીતિઓથી ગામડાં ભાંગશે અને શહેરોમાં ગીચતા વધશેઃ કોંગ્રેસ

06:40 PM Mar 06, 2025 IST | revoi editor
ગુજરાત સરકારની નીતિઓથી ગામડાં ભાંગશે અને શહેરોમાં ગીચતા વધશેઃ કોંગ્રેસ
Advertisement
  • ખેડૂતોની આવક તો બમણી ના થઇ પણ ખેડૂતો દેવાદાર બન્યા
  • લાડલી બહેન યોજનામાં 500 રૂપિયામાં ગેસનો બોટલ કેમ નહી?  
  • રત્નકાલાકરો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા માગ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ષ 2025-26 ના બજેટની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર ધ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને માત્ર ગરીબ, યુવા, ખેડૂત અને નારીની ઉપેક્ષા કરતું નિરાશાજનક બજેટ ગણાવી વિધાનસભા ગૃહમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.

Advertisement

અમિત ચાવડાએ ગૃહમાં પોતાનાં પ્રવચનમાં જણાવ્યું હતું કે જનતાના ટેક્સના પૈસાથી જયારે રાજ્ય સરકારનું બજેટ બને ત્યારે રાજ્યની જનતાને આશા અને અપેક્ષા હોય છે કે આ બજેટથી મોંઘવારી ઘટશે, રોજગારી મળશે, સલામતી મળશે, સમૃદ્ધિ આવશે. પરંતુ આ વર્ષનું બજેટ જોઈને ગુજરાતની પ્રજાની જે આશા અને અપેક્ષા હતી તેના ઉપર ઠંડુ પાણી રેડવાનું કામ રાજ્યના નાણામંત્રીએ કર્યું છે.

તેમણે જણાવ્યું કે આ વર્ષના બજેટને જોઈએ તો ખેતી, ખેડૂત અને ગામડાઓનો છેદ ઉડાડનારું બજેટ છે. કોંગ્રેસની સરકારો હતી એ નીતિઓ અને બજેટના કારણે આ જ રાજ્યમાં જે ખેત મજૂરો હતા, ગણોતિયા હતા તેને કાયદાથી રક્ષણ આપી અને ખેત મજૂર, ગણોતિયામાંથી ખેડૂત બનાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની નીતિ, રીતિ અને બજેટોને કારણે આજે એ જ ખેડૂતોની જમીનો વેચાઈ રહી છે અને ફરીથી ખેડૂતમાંથી દાડીયા બનવાના દિવસો આવ્યા છે. કોંગ્રેસના શાસનમાં હરિત ક્રાંતિ થઈ, શ્વેત ક્રાંતિ થઈ, પશુપાલકો અને ખેડૂતોને આર્થિક સમૃદ્ધ બનાવ્યા, સક્ષમ બનાવ્યા અને સાથેસાથે એમને તમામ પ્રકારની તાકાત આપી જેથી કરીને આગળ વધી શકે.

Advertisement

કોંગ્રેસ સરકારના શાસનને યાદ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે  ગાંધીજીનું સ્વપ્ન હતું કે ગામડા સદ્ધર બને, સમૃદ્ધ બને, તમામ રીતે સ્વાવલંબી બને અને એ જ નીતિઓને આગળ લઈને કોંગ્રેસના શાસનમાં પંચાયતી રાજ વ્યવસ્થા આવી, ગામડાઓમાં પ્રાથમિક શાળાઓની શરૂઆત થઈ, આરોગ્યની સુવિધાઓ થઈ. સ્થાનિક રોજગાર મળે એટલા માટે પછાત વિસ્તારો સુધી, આદિવાસી વિસ્તારો સુધી જીઆઇડીસીની સ્થાપનાઓ કરવામાં આવી અને એના જ કારણે ગામડા સક્ષમ પણ બન્યા અને સમૃદ્ધ પણ બન્યા.

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે છેલ્લા 30 વર્ષની નીતિઓ જોઈએ તો સતત જે રીતે બજેટની ફાળવણી કરવામાં આવે છે તેના કારણે ફરીથી ગામડાઓ ભાંગી રહ્યાં છે, ગામડામાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે. શહેરીકરણને પ્રોત્સાહન આપો છો તેના કારણે શહેરોમાં ગીચતા વધી રહી છે, વસતિ વધારો થઈ રહ્યો છે, ટ્રાફિકની સમસ્યાઓ થઈ રહી છે, પ્રદૂષણ વધી રહ્યું છે અને સાથેસાથે ગુનાખોરી પણ મોટા પ્રમાણમાં વધી રહી છે.

ખેડૂતોની ચિંતા કરતા તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં વર્ષે 2024-25માં 850  ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જે આગળના વર્ષોની સરખામણી કરીએ તો 10 ટકા કરતા પણ વધારે ખેડૂતોના આત્મહત્યાના દરમાં વધારો થયો છે. રાજ્યના પાયાના સોશ્યલ સેક્ટર- જેવા ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, એસ.ટી., એસ.સી., ઓ.બી.સી., માઈનોરિટી માટેના કલ્યાણ વેલ્ફેરની જે સ્કીમો છે તેના માટેનું બજેટ 8 ટકા છે, જે જીડીપીની રકમ આ સોશ્યલ સેક્ટરમાં વપરાવવી જોઈએ 500 રૂપિયામાં ગેસનો બાટલો મળશે. એ આશા બહેનોની ઠગારી નીવડી. બીજા રાજ્યની બહેનો લાડલી છે પરંતુ આપણા ગુજરાતની બહેનો લાડલી નથી. ગુજરાતમાં આજે આશા વર્કર અને તેડાગર બહેનો છે એ પોતાના પગાર વધારોવા માટે સંઘર્ષ કરી રહી છે. વિધવા બહેનો પોતાની સહાય વધારવાની માગણી કરી રહી છે પરંતુ સરકાર એના માટે બજેટમાં નથી લાવતી.

Advertisement
Tags :
Advertisement