હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમની યજમાનીને હર્ષોલ્લાસથી વધાવાઈ

11:28 AM Nov 28, 2025 IST | revoi editor
Advertisement

• ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું
• આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ :મુખ્યમંત્રી
• મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી, તેનું આજે ફળ મળ્યું છે: નાયબ મુખ્યમંત્રી

Advertisement

ધરમપુરઃ ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા આ ઐતિહાસિક સફળતાને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઇ રહેલી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ" થીમ આધારિત ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી હતી.

કોમન વેલ્થ ગેઇમ્સ 2030 ના આયોજન માટેના બીડમાં ભારતને મળેલા વિજયને પગલે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માટે આશ્રમના પેવેલિયનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારાની ગુંજ અને આતશબાજી સાથે વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ એ આદિવાસી નૃત્ય કરી આ ઘડીને આવકારી હતી.

Advertisement

આ ઐતિહાસિક સફળતાની ઉજવણીને વધાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળી તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. નરેન્દ્રભાઈનું વિઝન છે કે, વિશ્વનો કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી જ શકે છે, આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ.
નરેન્દ્રભાઈ મોદીએ ગેમ્સ માટે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે તેનાથી આજે આ ઐતિહાસિક સફળતા મળી છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમ્સ 2030ના ભારતમાં આયોજનને મંજૂરી મળી છે. તેમના માર્ગદર્શનમાં આ કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારત દેશ માટે ગૌરવની વાત છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે તેના નેતૃત્વનો અવસર ગુજરાતને પ્રાપ્ત થયો તે ગૌરવવંતી ક્ષણ છે. નરેન્દ્રભાઇ મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે. રમતગમત વિભાગનું ટીમવર્ક, પ્રેઝન્ટેશનની સફળતા થકી ગુજરાત અને અમદાવાદને યજમાનપદ મળ્યું છે. જે બદલ સૌને અભિનંદન પાઠવું છું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. કોમનવેલ્થ મળી છે તેમ ઓલિમ્પિક પણ મળે તે માટે પ્રયાસો ચાલુ છે. આ માત્ર શરૂઆત છે. ટીમ લીડર તરીકે તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ભારતને ગૌરવ થાય તે રીતે ગુજરાતની ટીમ કામ કરી રહી છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarat governmentGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHosting Commonwealth GamesLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharThought Campviral newsWelcome with cheers
Advertisement
Next Article