For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારના કર્મચારીઓ-પેશનરોને મળશે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો

06:24 PM Dec 04, 2024 IST | revoi editor
ગુજરાત સરકારના કર્મચારીઓ પેશનરોને મળશે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો
Advertisement
  • ગુજરાત સરકારના 9 લાખ જેટલા કર્મચારીઓને મળશે લાભ,
  • 1લી જુલાઈથી 52 ટકા લેખે મોંઘવારી ભથ્થુ મળશે,
  • કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાનો લાભ મળશે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત કર્યા બાદ ગુજરાત સરકારના કર્મચારીઓએ પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારવાની માગ કરી હતી. આખરે સરકારે આજે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ, હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

Advertisement

ગુજરાતમાં સરકાર તેમજ પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારી અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-2024થી નવેમ્બર-204 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિરોમ્બરના પગાર સાથે (પેઇડ ઇન જાન્યુઆરી-2025) રોકડમાં ચૂકવવાની રહેશે. આ મોંઘવારી ભથ્થામાં 50 (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચુકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 (પચાસ) પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.

રાજ્યના નાણા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિનસરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલો છે તેવા કર્મચારીઓને લાગુ પડશે. આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગારપંચ મુજબ પગારસુધારણા મંજૂર કરવામાં આવ્યો છે તેમને મળવાપાત્ર થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement