For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને રૂ. 7000/-ની મર્યાદામાં બોનસ ચુકવાશે

06:15 PM Oct 06, 2025 IST | Vinayak Barot
ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓને રૂ  7000  ની મર્યાદામાં બોનસ ચુકવાશે
Advertisement
  • મુખ્યમંત્રીએ વર્ગ-4ના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી,
  • સરકારના વર્ગ-4ના અંદાજે 16.921 કર્મચારીઓને લાભ મળશે,
  • સરકારી-ગ્રાન્ટેડ શાળા કોલેજો, બોર્ડ નિગમોના વર્ગ-4ના કર્મચારીઓને પણ બોનસ ચૂકવાશે

 ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

રાજ્યમા મુખ્યમંત્રીએ આજે રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસની ભેટ આપી છે. રૂ. 7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16.921  કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓને પણ આનો લાભ મળવાપાત્ર થશે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement