For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ઠંઠવાયું, નલિયામાં 5.6 ડિગ્રી ઠંડી નોંધાઈ

11:04 AM Dec 30, 2024 IST | revoi editor
ગુજરાત ઠંઠવાયું  નલિયામાં 5 6 ડિગ્રી ઠંડી નોંધાઈ
Advertisement
  • શીતલહેરનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાયાં
  • અમદાવાદમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી
  • આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા

અમદાવાદઃ રાજ્યમાં શિયાળો જામ્યો છે અને સુસવાડા મારતા પવનોને કારણે લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. રાજ્યમાં સૌથી ઠંડુ નગર નલિયા રહ્યું હતું. નલીયામાં તાપમાનનો પારો 5.6 ડિગ્રી ઉપર પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શકયતા છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે એકાદ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યના કોઇ પણ જિલ્લામાં કોલ્ડવેવની શક્યતા નથી.

ઉત્તર અને પૂર્વોત્તર દિશા તરફથી આવતા ઠંડા પવનોની દિશા બદલાઇને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે જેથી લધુત્તમ તાપમાનમાં એક થી બે ડીગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. જોકે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.

Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 9.3, અમદાવાદમાં 15, વડોદરામાં 17.8 અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Advertisement
Tags :
Advertisement