For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

SGVP ટ્રોફી(U-17)ની સેમિફાઈનલમાં ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટનો વિજય

01:00 PM Dec 02, 2025 IST | revoi editor
sgvp ટ્રોફી u 17 ની સેમિફાઈનલમાં ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટનો વિજય
Advertisement

અમદાવાદઃ SGVPટ્રોફી-14 (U-17)VR સેમિફાઈનલ ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ (જીસીઆઈ) અને ગુજરાત ક્રિકેટ કલબ (જીસીસી) વચ્ચે રમાઈ હતી. જેમાં જીસીઆઈની ટીમે 22 રનથી વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

Advertisement

30 ઓવરની આ મેચમાં ટોસ જીતીને જીસીસીની ટીમે પ્રથમ બોલીંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી જીસીઆઈની ટીમે 30 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 185 રન ફટકાર્યાં હતા. દેવર્ષ ત્રિવેદીના 48, મલહાર રાવલના 38 અને નિધીશ શાહના 35 રનની મદદથી ટીમે આ વિશાળ સ્ટોર ઉભો કર્યો હતો. જ્યારે ગુજરાત ક્રિકેટ કલબના રિધમ પટેલે ચાર, મનનએ 2, તથા અભય તોમર, પ્રિત પટેલ અને મોહિત સોલંકીએ એક-એક વિકેટ ઝડપી હતી.

186 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જીસીસીની શરૂઆત ખરાબ રહી હતી અને 13 રનના સ્કોર ઉપર પ્રથમ વિકેટ પડી હતી. જે બાદ સમય અંતરે વિકેટનું પતન થતા ટીમ 30 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 163 રન જ બનાવી શકી હતી. ગુજરાત ક્રિકેટ કલબ તરફથી રિધમ પટેલ (42) અને કર્મ પટેલ (72)એ લડત આપી હતી. જો કે, બાકીના ખેલાડીઓ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. જીસીઆઈ તરફથી નિધિશ શાહે 3, અરનવ દેસાઈએ 2, ધ્વનિત, દેવર્ષ ત્રિવેદી તથા ભવ્ય પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement