હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ

01:00 PM Nov 06, 2024 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાત રાજ્યએ ઓક્ટોબર-2024માં રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે અને એ સાથે દેશમાં રીન્યૂએબલ ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. આવી અભૂતપૂર્વ સિદ્ધીઓ થકી ગુજરાત રાજ્ય રૂફટોપ સોલાર અને પવન ઊર્જા ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ ઉપલબ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે રીન્યૂએબલ એનર્જી સંસાધનોના વ્યાપક વિકાસ દ્વારા પર્યાવરણની સુરક્ષા તરફ વધુ એક સોપાન સર કરેલ છે એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ની યાદીમાં જણાવાયુ છે.

Advertisement

રાજ્ય સરકાર રીન્યૂએબલ એનર્જી સંસાધનોના વિસ્તારણ માટે સતત પ્રયત્નશીલ છે અને આ ક્ષેત્રમાં નવા રોકાણોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ છે. મોટા ઉદ્યોગોથી લઈને નાના વિકાસકર્તાઓને આ ક્ષેત્રમાં સુવિધા આપવા માટે રાજ્ય સરકાર ઉતરોત્તર નીતિઓમાં સુધારાઓ દ્વારા પ્રોત્સાહનો પુરા પાડે છે.

GUVNL દ્વારા વર્ષ 2023-24 દરમિયાન 13 ગીગાવોટ ની સમગ્ર દેશમાં સર્વોત્તમ ક્ષમતાના રીન્યુએબલ એનર્જી કરારો હસ્તાક્ષર કર્યા છે. આં ઉપરાંત પોતાની સિદ્ધીઓને દેશમાં જળહળતી રાખી રાષ્ટ્રના De- Carbonisation લક્ષ્યમાં પોતાનું અગ્રેસર યોગદાન આપવા માટે ગુજરાતે 2030 સુધીનો રીન્યૂએબલ ક્ષમતાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક પણ નક્કી કરેલ છે અને તે માટે લાંબા ગાળાની રણનીતિ પણ બનાવેલ છે.રીન્યૂએબલ એનર્જી ઉદ્યોગના વિકાસની સફળતાને વધુ વેગ આપવા માટે, રાજ્ય સરકારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા રીન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટના વિકાસકર્તાઓને અને ખાસ કરીને નાના રોકાણકર્તાઓને પ્રોત્સાહન આપવા માટે, રીન્યૂએબલ એનર્જી પોલીસી-2023 અંતર્ગત નવી યોજના DREBP (Distributed Renewable Energy Bilateral Purchase) અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાથી ખુબજ સરળ પ્રક્રિયા થકી વિકાસકર્તાઓ અને નાના રોકાણકર્તાઓ 5 મેગાવોટ સુધીના ઓછી ક્ષમતાના સોલાર એનર્જી પ્રોજેક્ટ તથા 10 મેગાવોટથી ઓછી ક્ષમતાના વિન્ડ એનર્જી પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં સ્થાપી શકશે. તથા આ પ્રોજેક્ટ્સમાંથી ઉત્પાદિત વીજળી GUVNL / DISCOMs દ્વારા, ટેન્ડર પ્રક્રિયા વગર, 25 વર્ષના પાવર પરચેઝ અગ્રીમેન્ટથી સીધી ખરીદી કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharabilityBreaking News GujaratiConstantly strivinggujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharincreaseLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrenewable energySamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article