For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 83.08 ટકા, બનાસકાંઠા જિલ્લો મોખરે

12:18 PM May 08, 2025 IST | revoi editor
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 83 08 ટકા  બનાસકાંઠા જિલ્લો મોખરે
Advertisement
  • ગણિત-વિજ્ઞાન-ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ
  • વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું વધુ પરિણામ
  • ખેડા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન લેવાયેલી ધોરણ 10નું પરિણામ રકોર્ડબ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષની તુલનાએ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવતા વિદ્યાર્થિઓએ બાજી મારી છે.  ધો. 10ના પરિણામમાં ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે. ગણિતમાં 16.53% એટલે કે 1,13,352 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 12.16% એટલે કે 90,791 વિદ્યાર્થી અને ગુજરાતીમાં 8.71% એટલે કે 54,614 વિદ્યાર્થી નાપાસ થયા છે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીથી લેવાયેલી ધોરણ 10ની પરીક્ષમાં કુલ 8.92 લાખ  વિદ્યાર્થીઓએ આપી હતી. આ પરીક્ષાનું પરિણામ 83.08% આવ્યુ છે. જેમાં મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું હતું.  જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું 29.56% પરિણામ આવ્યું હતું. જોકે સૌથી વધુ પરિણામ બનાસકાંઠાનું  89.29%  આવ્યુ છે જ્યારે સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાનું 72.55% આવ્યુ છે. રાજ્યમાં 1574 શાળાઓનું પરિણામ 100% આવ્યું હતું. જ્યારે 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી હતી.  આ વર્ષે 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. જ્યારે 72.55 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે. 100 ટકા પરિણામ વાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો આ વર્ષે 1574 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે, 201 સ્કૂલોમાં 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે, જ્યારે 0 ટકા પરિણામ વાળી સ્કૂલો 45 છે.

Advertisement

ધોરણ-10 બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ કહ્યું કે, માર્કશીટ રહેલા ગુણ કરતા વ્યક્તિમાં રહેલા સદગુણ વધુ મહત્વના હોય છે. પરીક્ષા તો આવે અને જાય, આ જીવનની છેલ્લી પરીક્ષા નથી. કોઈપણ પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીની સ્મરણશક્તિની કસોટી થતી હોય છે. પરીક્ષામાં તેની સમજણ શક્તિની કસોટી થતી નથી. આગામી પરીક્ષાઓમાં આપ સૌ સફળ અને ગતિશીલ રહો તેવી પ્રાર્થના છે.

Advertisement
Tags :
Advertisement