ગુજરાત બોર્ડના ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગૃપ બદલી શકશે, બોર્ડએ લીધો નિર્ણય
- ધો, 12માં બી ગૃપમાં ફેલ થાય તો એ ગૃપમાં પણ પરીક્ષા આપી શકશે
- પૂરક પરીક્ષામાં પણ ગૃપ બદલી શકશે
- ધો. 12ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 17મી માર્ચે દરમિયાન લેવાશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ હવે ગૃપ બદલી શકે એવો નિર્ણય લીધો છે. ધોરણ 12 સાયન્સ બાદ પણ વિદ્યાર્થીને ગ્રુપ બદલવાની તક મળશે. બોર્ડના નિયમોમાં ફેરફાર થતા રાજ્યના હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે. ધોરણ 12માં બી ગ્રુપમાં કોઈ વિદ્યાર્થી ફેઈલ થાય છે તો તે, એ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે. અને આ પરીક્ષા આપવાનો મોકો તેને તરત જ એટલે કે પૂરક પરીક્ષા સમયે જ મળી જશે. ધોરણ 11 બાદ પણ ધોરણ 12માં વિદ્યાર્થી કોઈ પણ ગ્રુપ પસંદ કરી શકશે. એટલે કે ધોરણ 11 સાયન્સમાં એ, બી કે એબી ગ્રુપ હોય તો 12 સાયન્સમાં અન્ય ગ્રુપ પણ પસંદ કરી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણયો લીધો છે. અગાઉ વિજ્ઞાનપ્રવાહમાં ધોરણ-11 માં એકવાર ગ્રૂપમાં એડમિશન લીધા બાદ ગ્રૂપ ચેન્જ કરી શકાતુ ન હતું. એજ ગ્રૂપ સાથે આગળ શિક્ષણ કરવું પડતું હતું. આવામાં ઘણીવાર ગ્રુપ બદલવા માંગતા વિદ્યાર્થીઓ માટે કોઈ અવકાશ બચતો ન હતો. ત્યારે બોર્ડ દ્વારા હવે વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ગૃપ બદલવાની ચૂટ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને ધો. 11 સાયન્સ કોઈ પણ ગ્રુપ સાથે પાસ કર્યા બાદ ધો. 12માં ગ્રૂપ બદલવાનો મોકો મળશે. ધોરણ-12 સાયન્સમાં ગ્રૂપ-બી સાથે નાપાસ થયેલ વિદ્યાર્થી રીપિટર તરીકે કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે. ઉપરાંત અન્ય એક બદલાવ પણ કરાયો છે. ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ સાથે પાસ કર્યા બાદ પૃથ્થક વિદ્યાર્થી તરીકે હવે ગણિત વિષયની પૂરક પરીક્ષા પણ આપી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું નવું સુધારેલું ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. આ પરીક્ષા 3 માર્ચ 2025ના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ હવે તેને વધારીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.