હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ, સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા

02:46 PM May 05, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધો.12  વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર જોહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ   3,64,485  નિયમત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 3,62,506 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.  તેમાંથી 3,37,387  પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થયા  છે. નિયમિત  ઉમેદવારોનું પરિણામ 93.07 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉતિર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો  22,710 નોધાયેલા હતા તે પૈકી 21,571 પરીક્ષા આપી હતી. તેમાંથી 9785 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.36 % ટકા આવેલ છે. આ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 81.51 ટકા આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ - 1,00,813, રીપીટર વિદ્યાર્થી - 10,476,  અને આઇસોલેટેડ - 95 સાથે કુલ - 1,11,384 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 સાયન્સના 81.51 ટકા પરિણામ આવ્યું જેમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. ગત વર્ષે પણ મોરબી જિલ્લાએ બાજી મારી હતી. સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં 97.20 ટકા પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લો અવ્વલ આવ્યો છે, તેમજ 87.77 ટકા પરિણામ સાથે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ રહ્યું છે. બીજી તરફ સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર 100 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રો બન્યા છે, અને 52.56 ટકા પરિણામ સાથે ખાવડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 2005 શાળાનું 100 પરિણામ આવ્યું છે. ઉપરાંત 5,655 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 40,018 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.

Advertisement

વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

રાજકોટ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 93.66 % જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ 841 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 3644 વિદ્યાર્થીઓએ, B1 ગ્રેડ 5100 વિદ્યાર્થીઓએ, B2 ગ્રેડ 5107 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 22026 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 21966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 1452 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarat BoardGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharStandard 12th ResultTaja Samacharviral news
Advertisement
Next Article