For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી શનિવારે યોજાશે, 300 નેતાઓ મતદાન કરશે

05:39 PM Oct 02, 2025 IST | Vinayak Barot
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી શનિવારે યોજાશે  300 નેતાઓ મતદાન કરશે
Advertisement
  • સર્વ સંમતિથી પ્રમખની વરણી કરવામાં આવે તેવી શક્યતા,
  • ઓબીસી નેતાની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવે તેવી શક્યતા,
  • શનિવારે સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે

અમદાવાદઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલનો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના નવા પ્રમુખ તરીકે અટકળોનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરાયો છે. આવતીકાલે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે. બપોરે 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે. 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ સંગઠનમાં દર 3 વર્ષે  સંગઠનાત્મક ચૂંટણી યોજવામાં આવતી હોય છે. સૌથી પહેલાં બૂથ, મંડળ, જિલ્લા ત્યારબાદ રાજ્ય સ્તરે ચૂંટણી થાય છે. મોટાભાગના રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પૂર્ણ થઈ જાય પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય છે. અત્યાર સુધીમાં 29 રાજ્યોમાં આ ચૂંટણી પ્રકિયા થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ ભાજપના અધ્યક્ષનો તાજ કોના શીરે મુકાશે તેની અટકળો ચાલી રહી છે. ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનારા મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 300થી વધારે લોકો મતદાન કરશે. કમલમમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકોનો દોર કમલમમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સંગઠનમાં નવા નેતૃત્વ માટે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ સામે મજબૂત વ્યૂહરચના ઘડવા માટે તેમજ આવનારા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ તત્પર છે.કાર્યકરો અને નેતાઓમાં ઉત્સુકતા છે કે કયો ચહેરો નવા અધ્યક્ષ તરીકે સામે આવશે અને આગામી ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવા માટે નેતૃત્વ કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement