For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિને પોતાનો ફાળો અર્પણ કર્યો

05:00 PM Dec 07, 2024 IST | revoi editor
ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિને પોતાનો ફાળો અર્પણ કર્યો
Advertisement

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો ગાંધીનગરમાં અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

Advertisement

દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો - દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ હેતુસર સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આ ક્ષણે પોલીસ મહાનિદેશક  વિકાસ સહાય તેમજ સૌનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) શ્રી જેઠવા અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement