હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અલ-કાયદા આતંકવાદી મોડ્યુલની મહિલા માસ્ટરમાઇન્ડની ગુજરાત ATS એ કરી ધરપકડ

12:34 PM Jul 30, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ અલ-કાયદા આતંકવાદી મોડ્યુલ કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ મોડ્યુલના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. અગાઉ, ATSએ અલ-કાયદાના ભારતીય યુનિટ AQIS (Al-Qaeda in Indian Subcontinent) સાથે જોડાયેલા એક મોટા સોશિયલ મીડિયા મોડ્યુલનો પર્દાફાશ કરતી વખતે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાતમાંથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક નોઈડા અને બીજો દિલ્હીથી પકડાયો હતો. આમ ગુજરાત ATSએ એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. પકડાયેલા તમામ આતંકવાદીઓ ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા 'ગઝવા-એ-હિંદ' વિચારધારાના નામે ભારતમાં હિંસા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. ભારતમાં અલ-કાયદા આતંકવાદી મોડ્યુલની માસ્ટરમાઇન્ડ એક મહિલા આતંકવાદી શમા પરવીન (ઉ.વ. 30)ની ગુજરાત ATSએ બેંગ્લોરથી ધરપકડ કરી છે. તેમજ ગુજરાત એટીએસ દ્વારા તેની આગવી ઢબે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાછે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર 10 જૂન, 2025 ના રોજ, ગુજરાત ATSના ડેપ્યુટી એસપી હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ દ્વારા રાષ્ટ્ર વિરોધી અને ઉશ્કેરણીજનક વાતો ફેલાવવામાં આવી રહી છે. આ એકાઉન્ટ્સમાંથી આતંકવાદી સામગ્રી, વીડિયો અને AQIS ની વિચારધારા શેર કરવામાં આવી રહી હતી. જેનો હેતુ દેશના મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવાનો, તેમને આતંકવાદના માર્ગ પર લઈ જવાનો અને ભારત સરકાર અને લોકશાહી સંસ્થાઓ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપવાનો હતો. ગુપ્તચર માહિતીના આધારે, ગુજરાત ATS એ તાત્કાલિક એક વિશેષ તપાસ ટીમની રચના કરી હતું. તપાસમાં, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના સંચાલકોની ઓળખ કરવામાં આવી હતી. તેમજ આ પ્રકરણમાં ફરદીન શેખ (ફતેહવાડી, અમદાવાદ) સૈફુલ્લાહ કુરેશી (મોડાસા, ગુજરાત) મોહમ્મદ ફૈક (ચાંદની ચોક, દિલ્હી) ઝીશાન અલી (નોઈડા, ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી હતી. ATSની ચાર ટીમોએ દિલ્હી, નોઈડા, મોડાસા અને અમદાવાદમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દિલ્હી સ્પેશિયલ સેલ, યુપી એટીએસ અને દિલ્હી-યુપી પોલીસની મદદથી, ચારેય આરોપીઓની 21 અને 22 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ગુજરાત એટીએસ ઓફિસમાં લાવવામાં આવ્યા હતા.

ફરદીન શેખ પાસેથી 'જેહાદ'ને પ્રોત્સાહન આપતું AQIS સાહિત્ય અને એક તલવાર મળી આવી હતી. તેના મોબાઇલમાંથી એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં તે તલવાર લહેરાવતો અને કહેતો જોવા મળે છે કે "આ એકમાત્ર વસ્તુ હતી જે ગુમ થઈ ગઈ હતી, હવે બધું પૂર્ણ થઈ ગયું છે... અલ્લાહુ અકબર!" ઉશ્કેરણીજનક વીડિયો, જેહાદી સામગ્રી, ગઝવા-એ-હિંદ સંબંધિત સંદેશાઓ, કાફિરો સામે હિંસા ભડકાવતી સામગ્રી અને શરિયા કાયદાના સમર્થનમાં પોસ્ટ ચારેયના મોબાઇલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મળી આવી હતી. આ બધા સોશિયલ મીડિયા પર AQIS ની વિચારધારા ફેલાવી રહ્યા હતા અને યુવાનોને ઉશ્કેરી રહ્યા હતા. મોહમ્મદ ફૈક પાકિસ્તાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @gujjar_sab.111 અને એમ સલાઉદ્દીન સિદ્દીકી 1360 સાથે પણ સંપર્કમાં હતો.

Advertisement

બધા આરોપીઓની પૂછપરછ કર્યા પછી, ATS એ 25 વધુ શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ શરૂ કરી છે. કુલ 62 એકાઉન્ટ્સ સંબંધિત ડેટા પણ શોધવામાં આવી રહ્યો છે. આરોપીઓ સામે UAPA અને IPC ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ATS ગુજરાતે ચારેય આરોપીઓ સામે UAPA ની કલમ હેઠળ કેસ નોંધ્યો હતો. ચારેયને કોર્ટમાંથી 14 દિવસના પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે અને પૂછપરછ ચાલી રહી છે. આ કાર્યવાહી એ વાતનો મોટો પુરાવો છે કે આતંકવાદી સંગઠનો હવે સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ દેશની એજન્સીઓ સક્રિય છે અને આવા કાવતરાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણપણે સતર્ક છે. ગુજરાત ATS ની આ કાર્યવાહીને દેશની આંતરિક સુરક્ષા માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.

દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું હતું કે, "ગુજરાત એટીએસે અલ કાયદા ભારતીય ઉપખંડના 4 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ગઈકાલે ગુજરાત એટીએસને બીજી એક મોટી સફળતા મળી હતી. બેંગ્લોરથી એક અત્યંત કટ્ટરપંથી મહિલા આતંકવાદીની અટકાયત કરી છે. તે ઓનલાઈન આતંકવાદી મોડેલ પર કામ કરતી હતી. તેના વિવિધ ઉપકરણોમાંથી પાકિસ્તાની સંપર્કો પણ મળી આવ્યા છે. ગુજરાત એટીએસની સક્રિય પોલીસિંગ દ્વારા 5 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. હું ગુજરાત એટીએસને અભિનંદન આપું છું."

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article